ભાવનગરના આર્ટીસ્ટો દ્વારા જીતુભાઈ વાઘાણીને રજુઆત

986
bvn2182017-13.jpg

ભાવનગર ખાતે તાજેતરમાં જ ખુલ્લી મુકાયેલી ખોડિદાસ પરમાર આર્ટ ગેલેરીના ભાડા બાબતે આજે રજુઆત કરવામાં આવી હતી. આ સમયે ભાવનગરના આર્ટીસ્ટો, અમુલ પરમાર, અજય જાડેજા, ધનરાજ કોઠારી, રેખા વેગડ, પુર્વી સોલંકી, ભરત શિયાળ, રાજન શાહ, અંજલિ મહેતા, અજય ચૌહાણ, અશોક પટેલ, રસીક વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જીતુભાઈએ કલાકારોની લાગણીને માન આપીને યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. તેમજ આર્ટ ગેલેરીને ખોડિદાસ પરમાર આર્ટ ગેલેરી નામ અપાયું છે ત્યારે તેમનું નામ ગેલેરી ઉપર પણ લખાય એવી રજુઆત પણ કરવામાં આવી હતી.