મહારાજા અગ્રસેનની જન્મજયંતિ નિમિત્તે અગ્રવાલ હોલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

945
bvn2182017-14.jpg

અગ્રવાલ સમાજ ભાવનગરની સ્થાપનાના રપ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ અવસર પર અને મહારાજા અગ્રસેનજીની પ૧૪૧મી જન્મજયંતિના સવરણ્‌ અવસરે ભાવનગર અગ્રવાલ સમાજ દ્વારા અગ્રવાલ હોલ, અગ્રસેન ભવન, સાગવાડી, ભાવનગર ખાતે તા.ર૧-૯-૧૭ થી તા.ર-૧૦-૧૭ સુધી ૧૦ દિવસનું ભવ્યાતિભવ્ય વિવિધ કાર્યક્રમોનું આયોજન અગ્રવાલ સમાજના પરિવારો માટે કરેલ છે. જેમાં તા.ર૧ને ગુરૂવારે સ્થાપના અને જન્મજયંતિ નિમિત્તે મહારાજા અગ્રસેનની માળા અર્પણ તથા પૂજા આરતી, તા.ર૪ને રવિવારે રમત ચેસ, કેરમ અને લુડો સ્પર્ધાઓ, તા.રપને સોમવારે હેન્ડરાઈટીંગ અને ચિત્રકામ સ્પર્ધાઓ, તા.ર૬ને મંગળવારે મહેંદી સ્પર્ધાઓ, તા.ર૭ને બુધવારે રંગોળી સ્પર્ધાઓ, તા.ર૮ને ગુરૂવારે દિવેટ અને ક્વીઝ સ્પર્ધા, તા.ર૯ને શુક્રવારે સંગીત અને અંતાક્ષરી સ્પર્ધાઓ, તા.ર૯ને શુક્રવારે માતા દુર્ગાદેવી મંદિરે-મામસા રોડ ખાતે ભજન કાર્યક્રમ, તા.૩૦ને શનિવારે બુકે બનાવવાનું અને ગીફ્ટ બોક્ષ પેકીંગ સ્પર્ધાઓ, તા.૧-૧૦ને રવિવારે મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઈનામ વિતરણ કાર્યક્રમ તથા તા.ર-૧૦ને સોમવારે ભાવનગરના મંદબુધ્ધિ અને બહેરા-મુંગા બાળકોના રાસ ગરબા અને રાત્રિ ભોજન કાર્યક્રમ યોજાશે.

Previous articleપાણીયાળી ગામે વિજળી પડતા મૃત્યુ થયેલ ભેંસના માલિકને સહાય અપાઈ
Next articleભાવનગરના આર્ટીસ્ટો દ્વારા જીતુભાઈ વાઘાણીને રજુઆત