યાત્રાધામ પાલિતાણાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં લોકો પરેશાન

857
bvn2182017-5.jpg

પાલિતાણાએ પવિત્ર યાત્રાધામ તરીકે વિશ્વ વિખ્યાત છે પાલિતાણામાં લોકો દેશ વિદેશથી યાત્રાએ આવતા હોય છે જયારે આ યાત્રા ધામમાં પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ જે રેલ્વે ફાટકથી લઈને ભૈરવનાથ ચોક સુધીના માર્ગ પર વાહનોની સતત અવર જવર રહેતી હોય છે ને આ માર્ગ પાલિતાણાનો મુખ્ય માર્ગ છે જે ખખડધજ બન્યો છે. જેના કારણે અકસ્માતોની ભીતિ રહે છે રોડ પરના મોટા મોટા ખાડાઓના કારણે અહીં આવતા પ્રવાસીઓમાં પાલિતાણા શહેરની ખરાબ છાપ ઉભી થઈ છે પાલિતાણા શહેરના આ મુખ્ય માર્ગમાં મસ મોટા ખાડાઓ છે જે હાલ વરસાદી સિઝનમાં પાણીથી ભરાઈ જાય છે. આ રોડમાં ડામરનું નામો નિશાન પણ દેખાતુ નથી આ રોડની બતર હાલત હોવા છતા જવાબદારોને કોઈ દરકાર નથી પીડબલ્યુના અધિકારીનું મેઈન હેડ કવાર્ટર પાલિતાણામાં હોવા છતાંય તેમને ધ્યાનમાં આવતુ નથી.
આ શહેરના મુખ્ય માર્ગ પર પાલિતાણામાં દર્શનાર્થે આવતા જૈન યાત્રિકો તેમજ બગદાણા જતા યાત્રિકો આ રોડ પરથી પસાર થતા હોય છે પરંતુ આ બિસ્માર માર્ગને મરામત કરવાનું કે નવીનીકરણ કરવાનું કોઈને સુઝતુ નથી. પાલિતાણામાં લોકોના પ્રતિનિધિ એવા કોંગ્રેસના ધારાસભ્ય પાલિતાણાના છે તેને પણ આ રોડ નવો બને કે રિપેર થાય તેમાં રસ નથી તેમજ કેન્દ્રના રોડ મિનિસ્ટર પણ પાલિતાણાના છે તેમ છતાંય યાત્રધામ પ્રત્યે ધ્યાન અપાતું નથી. અને કેન્દ્રના રોડ મિનિસ્ટરએ પોતાની ઓફીસ વાળો રોડ નવો બનાવ્યો પણ શહેરના મુખ્ય માર્ગ તેમના ધ્યાનમાં આવ્યો નહીં. પાલિતાણાનો વિકાસ થાય તેમાં કોંગ્રેસ કે ભાજપના કોઈ નેતાને રસ નથી કોંગ્રેસ ભાજપનો વાક કાઢે છે ને ભાજપ કોંગ્રેસનો વાક કાઢે છે. બન્નેના રાજકારણના હિસાબે દેશ વિદેશમાંથી આવતા યાત્રિકો અને પાલિતાણા તાલુકામાંથી આવતા લોકો આ રોડના મસ મોટા ખાડાઓના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે સત્વરે આ રોડનું રીપેરીંગ કે નવીનીકરણ થાય તેવી માંગ ઉઠાવાય છે.