રાજુલાના ગોકુલનગર ખાતે આજથી નવરાત્રિ મહોત્સવ

1323
guj2192017-3.jpg

રાજુલા શહેરના ગોકુલનગરના જય માતાજી યુવા ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ ભરતભાઈ બોરીચા, ધમભાઈ બારોટ, સંચાલક દ્વારા આજથી ૯ દિવસ માત્ર બહેન-દિકરીઓ ખેલૈયાના વેશમાં શણગાર સજી રાસની રમઝટ બોલાવશે. જેમાં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા ખેલૈયાઓને દરરોજ ઈનામ તો ખરા જ પણ છેલ્લા ર નોરતાએ પહેલા ફાઈનલ અને પછી મેગા ફાઈનલમાં હજારો ઈનામોની હારમાળા સર્જાશે. જે દર વર્ષે અપાય છે. દુર-દુરથી લોકોના ટોળેટોળા ખાસ જય માતાજી યુવા ગ્રુપના નવરાત્રિ મહોત્સવ જોવા પધારે છે. જે આજે તા.ર૧-૯-ર૦૧૭ના રાત્રિએ ૮ કલાકે શહેરના નામાંકિતો દ્વારા ઉદ્દઘાટન કરાશે.

Previous articleયાત્રાધામ પાલિતાણાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં લોકો પરેશાન
Next articleશિશુવિહાર સંસ્થા દ્વારા શહેરની ૪૦ આંગણવાડીને શૈક્ષણિક ચાર્ટનું વિતરણ