ભાવેણાની વિકલાંગતા ક્ષેત્રે કાર્યરત અગ્રણી સામાજિક સેવા સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાને તા. ૯-૩-ર૦૧૮ને શુક્રવારના રોજ સ્ટેટ બેક ઓફ ઈન્ડિયા નિલમબાગ શાખા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં એસબીઆઈના સી.જી.એમ દુખબંધુ રથાના વરદ હસ્તે સંસ્થા માનદ મંત્રી લાભુભાઈ સોનાણીને ચાવી અર્પણ કરી સંસ્થાને વિકલાંગોના હિતાર્થે કાર્ય કારવા માટે ટાટા ટીયાગો કાર અર્પણ કરાઈ હતી. કારને વિકલાંગોના લાભાર્થે એસબીઆઈ નિલમબાગ શાખાના અધિકારીઓએ ઝંડો બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે બેંક કર્મચારીઓ અને સંસ્થાના અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.