બોટાદ જિલ્લામાં ત્રણ વર્ષમાં ૧૮૧ મહિલા હેલ્પલાઈન ૪ર૪૭ મહિલાઓની મદદ માટે પહોંચી

773
bvn1032018-7.jpg

બોટાદ જિલ્લામાં જીવીકે એમ.આર.આઈ. અમલીકૃત ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પ લાઈન કાર્યરત છે ૮ માર્ચ ર૦૧પ થી શરૂ થયેલ આ હેલ્પ લાઈન દ્વારા જિલ્લામાં ૪ર૪૭થી પણ વધુ મહિલાએ ફોન ઉપર આ સેવાનો લાભ લીધો છે. જયારે ૧૧૯૭થી વધુ બહેનોએ સ્થળ ઉપર મદદ મેળવી છે. જેમાં ર૦૧૭ના વર્ષેમાં બોટાદ જીલ્લામાં ૩પ૧ કેસોનું સ્થળ પર કાઉન્સેલીંગ કરવામાં આવ્યું છે.  જયારે ર૮૪ કેસોનું સ્થળ પર કાઉન્સેલીંગ દ્વારા સમાધાન કરેલ જેમાં ર૮ કેસ પોલીસ સ્ટેશનમાં રીફર કરવામાં આવ્યા છે. તેમજ અધર એજન્સી ૧૯ કેસ તેમજ એનજીઓમાં ૧૦ કેશ રીફર કરવામાં આવેલ છે. 
બોટાદ જિલ્લામાં ૧૮૧ અભયમ હેલ્પલાઈન ટીમના ત્રણ કાઉન્સેલર બે પોલીસ કોન્સ્ટેબલ અને બે પાયલોટ ભાઈ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવે છે. 

૧૮૧ હેલ્પ લાઈનની વિશેષતા 
મહિલાઓ સાથે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુવ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ સુચનની કામગીરી હાથ ધરવી અને મૂશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે. ૧૮૧ મહિલા હેલ્પલાઈન ર૪ કલાક સેવાઅઓ આપતી હેલ્પલાઈન કાર્યરત કરેલ છે. પીડીત મહિલાને ટુંકાગાળા અને લાંબાગાળાનું કાઉન્સેલીંગ અને માર્ગદર્શન પુરૂ પાડવું. મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પુરી પાડવી. 

Previous articleસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ટીયાગો કાર અપર્ણ કરાઈ
Next articleપ્રોહી.ના ગુનામાં નાસતો-ફરતો આરોપી એસટી સ્ટેન્ડથી ઝડપાયો