૧૭૦૮૧ MOUમાંથી ૧૧૯૯૯ પ્રોજેકટમાં ઉત્પાદન શરૂ થયું

580
guj2822018-8.jpg

વાઇબ્રન્ટ સમિટના કરોડોના ખર્ચ સામે વિપક્ષની બૂમરાણ મચતી રહે છે કે આ તાયફાઓ છે અને તેમાં થતાં એમઓયુ ડીંડવાણું હોય છે. ત્યારે આજે વિધાનસભામાં થયેલાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું છે કે ૨૦૧૫માં થયેલાં ૧૭,૦૮૧ એમઓયુમાંથી ૧૧,૯૯૯ પ્રોજેક્ટમાં ઉત્પાદન શરુ થઇ ગયું છે.આ સમીટ પાછળ રૂ.૬૧.૫૩ કરોડનો ખર્ચ કરાયો છે. ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું ઘરઆંગણે રોજગારી મળે તે માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ આશીર્વાદરૂપ બની રહી છે. વાયબ્રન્ટ સમીટ-૨૦૧૫માં વિવિધ ૩૬ ક્ષેત્રોમાં ૧૭,૦૮૧ એમ.ઓ.યુ. થયા હતાં તે પૈકી ૧૧,૯૯૯ પ્રોજેક્ટો કાર્યાન્વિત થઇ ગયા છે અને ઉત્પાદન પણ શરૂ થઇ ગયું છે. વાયબ્રન્ટ સમિટ-૨૦૧૫માં જાપાન, કેનેડા, યુ.કે., યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા એમ કુલ આઠ કન્ટ્રી પાર્ટનર હતાં. જેમાં ૧૧૦ દેશોના ૨,૫૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ૧૪ કન્ટ્રી સેમિનાર અને ૧૦ થીમ સેમિનારનું પણ આયોજન કરાયું હતું. ૫૫૨ પ્રોજેક્ટ પ્રાથમિક સ્વરૂપે છે.  ૩,૦૦૦ પ્રોજેક્ટ ડ્રોપ થયાં છે.  વાયબ્રન્ટ સમીટ-૨૦૧૫માં અગ્રણી કંપનીઓના સી.ઇ.ઓ. માટે યોજાયેલ સી.ઇ.ઓ. કોન્કલેવમાં ટોચના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી બીટુબી મીટીંગ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરીને રાજ્ય સરકારે તકો પૂરી પાડી છે.  વાયબ્રન્ટનો મુળ ઉદ્દેશ રાજ્યમાં મૂડી રોકાણ થકી રોજગારી પેદા કરવાનો છે.

Previous article૨૪ કલાક બાદ ગરમીમાં વધારો થશે : હવામાન વિભાગની આગાહી
Next articleરાજકીય નહીં ૫ણ શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં આ વિધેયક લવાયુ છે : શિક્ષણ મંત્રી