સાવરકુંડલા ખાતે લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા મુખ્યમંત્રી રૂપાણી

853
guj920118-3.jpg

સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં લોકઆરોગ્યની ખેવના કરતી સંસ્થા લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે મુલાકાત લીધી હતી. અહીં વિવિધ વિભાગોમાં રૂબરૂ જઇ આરોગ્યલક્ષી કામગીરીની માહિતી મેળવી હતી. અહીં દવાખાનામાં એક દીકરીનો જન્મ થતાં તેમને મુખ્યમંત્રીના હસ્તે ચાંદીનો સિક્કો આપી વધાવવામાં આવી હતી. 
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ખાતે છેલ્લા ત્રણ વરસથી લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્ર પ્રવૃત છે. તેના લાભાર્થે તા. ૩/૨ થી રામકથાનો પ્રારંભ થયેલ. આ પવન પ્રસંગે આજરોજ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રામકથામાં ઉપસ્થિત રહીને પ્રખર રામાયણી મોરારીબાપુનાં શ્રીમુખેથી થઇ રહેલ રામકથાની અમૃતવાણીનું રસપાન કર્યુ હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રામકથામાં ઉપસ્થિત થતા પહેલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રનાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી આ તકે સંસ્થાનાં પ્રમુખ હરીશભાઇ મહેતા તથા ઉપપ્રમુખ ડો. નંદલાલ માનસતાએ કેન્દ્રમાંચાલતી વિવિધ આરોગ્ય સેવાઓની જાણકારી પુરી પાડી હતી. વિદ્યાગુરુ ફાઉન્ડેશનનાં પ્રમુખ હરેશભાઇ મહેતાએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકારીને લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર  અંગે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, સાવરકુંડલા ખાતે લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ ૭ જાન્યુઆરી-૨૦૧૫નાં રોજ કરવામાં આવેલ  જેનાં ત્રણ વર્ષ સફળ અને સંતોષદાયી રીતે  પુર્ણ થયા છે અને આરોગ્ય કેન્દ્રનો ત્રણ લાખથી વધારે લોકોએ  આરોગ્ય સેવાનો લાભ પ્રાપ્ત કર્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, સમાજની અપેક્ષાઓથી પ્રેરિત થઇ હોસ્પિટલમાં નવા સુવિધાપૂર્ણ વિભાગોનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં અધતન ઉપકરણોથી સુસજજ ઓપરેશન થીયેટર સાથેનો સર્જિકલ વોર્ડ, રેડિયોલોજી થીયેટર ડિપાર્ટમેન્ટ, આઇ.સી.યુ. વગેરેનો સમાવેશ થાય છે. 

Previous articleSCના આદેશ બાદ સરકારે નવેસરથી ફી નિર્ધારણ સમિતિની રચના કરી
Next articleસાળંગપુર પાસે ગોજારો અકસ્માત ૫ના કરૂણ મોત, ૨ને ગંભીર ઈજાઓ