સાળંગપુર પાસે ગોજારો અકસ્માત ૫ના કરૂણ મોત, ૨ને ગંભીર ઈજાઓ

867
guj920118-5.jpg

બરવાળા તાલુકાના સાળંગપુર ગામ પાસે અર્ટીગા કારનો ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સવાર પ યુવાનોના કમકમાટીભર્યા કરૂણ મોત નીપજયા હતા. જયારે ર ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ગમખ્વાર અકસ્માતની જાણ વાયુવેગે પ્રસરી જતા ગમગીની સાથે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ બનાવને પગલે બરવાળા મામલતદાર મહાવીરસિંહ ઝાલા, પોલીસ ઈન્સપેકટર જે.વી.રાણા, ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.
બરવાળા-બોટાદ હાઈવે ઉપર સાળંગપુર ગામ પાસે સવારના ૧૦ઃ૩૦ વાગ્યાના અરસામાં અર્ટીગા કાર નં. જીજે. ૦પ. જેવી.૯૭રર નો ગોજારો અકસ્માત સર્જાતા કારમાં સવાર મયુરભાઈ અશોકભાઈ સોલંકી ઉ.વ.ર૪ રહે.લીંબડા (હનુભા), તા.ઉમરાળા, વિપુલભાઈ ધીરૂભાઈ મકવાણા ઉ.વ.ર૩ રહે. લાઠી, ઘનશ્યામભાઈ નાનજીભાઈ તલસાણીયા ઉ.વ.૩૭ રહે.લીંબડા (હનુભા), તા.ઉમરાળા, સચીનભાઈ મુકેશભાઈ બારૈયા રહે. પીપરડી, તા.શિહોરને લોહીયાળ ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોની ચીચીયારી ઓથી વાતાવરણ દ્રવી ઉઠયુ હતુ ચારેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા કમકમાટીભર્યા કરૂણ મોત નિપજયા હતા. જયારે પ્રકાશભાઈ ગોપાળભાઈ સોલંકી રહે.લીંબડા (હનુભા) તા.ઉમરાળા, ભાવેશભાઈ કિરીટભાઈ સોલંકી રહે. લીંબડા (હનુભા), તા.ઉમરાળા અને અક્ષયભાઈ જયસુખભાઈ રહે.જામબરવાળાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ બોટાદ બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લઈ રહેલા ભાવેશભાઈ સોલંકીનું હોસ્પિટલ બિછાને મોત નિપજ્યું હતું.
આ બનાવના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં છવાઈ ગયો હતો.આ બનાવને પગલે લગ્ન પ્રસંગના ખાંભડા તેમજ લીંબડા ગામે ગમગીની સાથે ઘેરા શોકનો માહોલ સર્જાઈ ગયો હતો.આ બનાવની જાણ થતા અકસ્માતમાં ભોગ બનેલના સગા, સંબંધી, મિત્રો સહિતના લોકો બરવાળા ખાતે દોડી ગયા હતા.

Previous articleસાવરકુંડલા ખાતે લલ્લુભાઇ શેઠ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા મુખ્યમંત્રી રૂપાણી
Next articleમનપાની ૧૭મીએ સામાન્ય સભા, કાંગ્રેસ નવા વેરાઓનો વિરોધ કરશે