ધારાસભામાં રાજુલાના વિવિધ પ્રશ્નોની રજુઆત કરતા ધારાસભ્ય અંબરીશ ડેર

707
guj1032018-1.jpg

ધારાસભ્ય અંબરીષભાઈ ડેરે ધારાસભા ગુંજાવી રાજુલા, જાફરાબાદ તાલુકામાં દારૂ સહેલાયથી જાણે દીવ હોય તેમ મળે છે. કંપનીઓ જે માઈનીંગ આડેધડ કરે છે તો માઈનીંગ બાબતે ખનીજ મંત્રીને ખબર નથી. દરીયાકાંઠા વિસ્તારમાં બેરોજગારી વધી રહી છે. દત્તક લીધેલ ગામો જેમના તેમ છે કોઈ સુવિધા અપાતિ નથી. તેવા સવાલો ઉઠાવ્યા હતાં. 
રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અંબરીષભાઈ ડેરે ધારાસભામાં રાજુલા, જાફરાબાદમાં દેશી-વિદેશી દારૂ સહેલાઈથી દીવની જેમ મળે છે. કાયદો વ્યવસ્થા બાબતે ગંભીરતાનું વિકરાળ સ્વરૂપ ખડુ થયું છે. તેવા ચોંકાવનારો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેનો ભોગ શ્રમજીવી વર્ગ ગરીબાઈની ખાયમાં ધકેલાતો જાય છે. તેમજ દરિયા કાંઠા વિસ્તારમાં  ૭ જેટલી કંપનીઓ મહાકાય રૂપે ખનીજ સંપતિ ઉપાડયે જાય છે. તેના નિયમ બાબત કે કંપનીઓને ભલે લીંગલી માઈનીંગ માટે પારવ અપાયો છે. પણ ચોંકાવનાર પ્રશ્ન હવે ઉભો થયો ધારાસભામાં ખાણ ખનીજ વિભાગના મંત્રીને આ પ્રશ્ન પુછયો કે માઈનીંગની ઉંડાઈની મર્યાદા કેટલી આવા પ્રશ્નોના જવાબમાં ખાણ ખનીજ વિભાગના મંત્રીને ખબર નથી કે જાણકારી નથી આવા અનેક સવાલો કે જે તે વીસ્તારની જે તે કંપનીઓએ લીધેલ ગામોને દત્તક તે ગામોમાં આજ દિન સુધી કેટલા ગામોને સુવિધાઓ અપાઈ છે એકાદ બે ગામો જેવા કે યુવા કાર્યકરો વાંઢ ગામના અલ્ટ્‌્રાટેક સિમેન્ટ કંપની તરફથી ગામમાં પાકો રોડ મહિલા સરપંચ મોંઘીબહેનની વારંવાર રજુઆતથી એક રોડબ નાવ્યો છે. બીજી કંપનીઓ શું કરે છે આવા વધેક સવાલોથી ધારાસભામાં પડઘા પડ્યા છે. 

Previous articleમાણસા ખાતે ગુજરાત સ્કાઉટ ગાઇડ સંઘની ૨૭મી રાજય રેલીનું ઉદઘાટન અને વેબસાઇટનું લોન્ચીંગ
Next articleસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ટીયાગો કાર અપર્ણ કરાઈ