બોટાદ જિલ્લામાં શ્રમિકોના જીવનનિર્વાહ માટે ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ કરાવવા મનરેગા યોજના આશાનું કિરણ સાબિત થઈ

396

સમગ્ર દેશમાં covid-૧૯ ને કારણે દેશવ્યાપી લોકડાઉનના કપરા સમયમાં ગ્રામ્ય વિસ્તારના શ્રમિકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહાત્મા ગાંધી રાષ્ટીય રોજગાર બાંયેધરી એક્ટ(યોજના) મનરેગાના વિવિધ સિંચાઈ અને જળસંચયના કામોની બોટાદ જીલ્લાના ગામોમાં અમલવારી કરવામાં આવેલ હતી. આ સમય દરમ્યાન જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનની પરિસ્થિતિમાં મનરેગા દ્વારા પોતાના ગામમાં ઘરઆંગણે રોજગારીનો અવસર પૂરો પાડવામાં આવ્યો, જેના પરિણામે બોટાદ જીલ્લામાં ૬ લાખ ૧૫ હજાર ૩૭૭ શ્રમિકોને રોજગારી આપવામાં આવી હતી. જે પેટે કુલ રૂપિયા ૧૨૧૧ લાખ રોજગારી વેતન પેટે શ્રમજીવીઓના ખાતામાં સીધું જમા કરવામાં આવ્યું છે. દેશવ્યાપી લોકડાઉનના કપરા સમયમાં બોટાદ તાલુકાના કાનીયાડ ગ્રામ પંચાયત દ્વારા ૧ કરોડ ૨૩ લાખ અને હડદડ ગ્રામ પંચાયત દ્વારા ૬૩.૫૨ લાખ જયારે રાણપુર તાલુકાના ઉમરાળા ૮૯.૦૦ લાખ ઉપરાંત ગઢડા તાલુકાના ગઢાળી/કેરાળા અને લીંબાલી ગામે ૪૦ થી ૪૫ લાખ રોજગારી વેતન શ્રમિકોને પોતાના ખાતામાં મળ્યા છે.
નરેગા યોજના દરમ્યાન જીલ્લાના તમામ ૧૮૦ ગામોમાં દરેક રોજગાર જરૂરિયાત કુટુંબને રોજગારી મળી રહે તે માટે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણ સિંગ સાધું દ્વારા અગામી દરેક ગામોમાં નવા તળાવ બનાવવા, ખેતર ગામના રસ્તાના કામો, ચેકડેમ અને તળાવ ઊંડા ઉતારવા ઉપરાંત ગોચર પડતર જમીનમાં સુધારણા અને ઘાસ વાવતેર જેવા સામુહિક કામોની દરેક ગામોમાં અમલવારી એપ્રિલ-૨૧ થી જીલ્લાના તમામ ગામના સ્થાનિક શ્રમિકોને રોજગારી પૂરી પાડવા અને તે માટે આ માટે ૫૦ શ્રમિકો (નરેગા શ્રમિકો ) ના કામ ઉપર ગામમાં ઉત્સાહી અને ભણેલ મેટ (કારકુન) માટે ૬૦% બહેનો મુજબ પસંદગી કરી ગ્રામ પંચાયત મહત્વની ભૂમિકા અદા કરવા જણાવેલ છે. નરેગા યોજના અંતર્ગત અગામી સમયમાં ખેડૂત લક્ષી જેવા કે ખેત તલાવડી, ખેતર માટીપાળા , બાગાયત નર્સરી, બાગાયત વૃક્ષોની વાડી, બારમાસી ઘાસચારા વાવેતર, વાડીમાં ખાતરના ખાડો, ખેતરના શેઢા પાળા ઉપર આવક આપતા વૃક્ષોનું વાવતેર જેવા કામો ગ્રામ પંચાયત દ્વારા મનરેગાની વ્યક્તિગત લાભાર્થીઓની કેટેગરીના નાના સીમાંત ખેડૂતને મોટા પાયે પસંદગીની અગ્રતા યાદી કરી ગ્રામ પંચાયતના ઠરાવ દ્વારા દરેક ગામોમાં અમલવારી કરવા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદના નિયામક એ.કે.જોશી અને નાયબ જીલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર-નરેગા ભરતસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવેલ છે.

Previous articleભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાથી લોકો પરેશાન
Next articleજેનેલિયા ડિસૂઝાએ દોસ્તોની સાથે પાર્ટી કરી