ચોરી થયેલ બાઈક સાથે ક.પરાનો શખ્સ ઝડપાયો

1246
bvn542018-6.jpg

શહેરના રીંગરોડ બ્રહ્મપાર્ક પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક લઈ પસાર થતા કરચલીયાપરાના શખ્સને એલસીબી ટીમે શંકાના આધારે પકડી લઈ પુછપરછ કરતા આ બાઈક તેનો મિત્ર ચોરી કરીને વેચવા માટે આપી ગયો હોવાની કબુલાત કરી હતી.
ભાવનગર એલ.સી.બી.ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,રીંગ રોડ,બ્રહ્મ પાર્કનાં નાકા પાસે આવતાં શંકાસ્પદ મો.સા. સાથે સતિષભાઇ ઘનશ્યામભાઇ વાજા ઉ.વ.૨૫ રહે.આંબલી નીચે,વોરાનાં કબ્રસ્તાન પાસે,ક.પરા,ભાવનગર વાળો મળી આવેલ.તેની પાસે રહેલ સીલ્વર કલરનાં નંબર પ્લેટ વગરનાં હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નાં અંગે તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મો.સા. તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મો.સા.ની કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. અને તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેને ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
ઇસમની પુછપરછ કરતાં આજથી ચાર પાંચ દિવસ પહેલાં તેનો મિત્ર કિશન ઉકાભાઇ સોહલા રહે.કૈલાશનગર, ભરતનગર, ભાવનગરવાળો મો.સા. ચોરી કરી તેને વેચવા માટે આપી ગયેલ હોવાનું જણાવેલ. 
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં રાકેશભાઇ ગોહેલ, હર્ષદભાઇ ગોહિલ, ચન્દ્દસિંહ વાળા, જયેન્દ્દસિંહ રાયજાદા, વિઠ્ઠલભાઇ બારૈયા, શકિતસિંહ ગોહિલ, જયરાજભાઇ ખુમાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં. 

Previous articleમામાદેવનો નવમો પાટોત્સવ…
Next articleઅલંગ ગામની વાડીમાંથી ઈગ્લીંશ દારૂ સાથે ૧ ઝડપાયો