ચામુંડા મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી ચોટીલા પદયાત્રા સંઘ રવાના

516

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ભરતનગર, કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ આયોજીત ભાવનગરથી ચોટીલા જવા માટે પદયાત્રા આજે સવારે રવાના થઇ હતી. છેલ્લા ૩૮ વર્ષથી પદયાત્રા નું આયોજન થાય છે. દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. આ સંઘ પાંચ દિવસે ચોટીલા પહોંચી બાવન ગજની ધજા ચડાવી ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.
ચામુંડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરથી ચોટીલા પદયાત્રા પાંચ દિવસ પહોંચશે, જેમાં તેઓ ભાવનગર થી વલ્લભીપુર, પચ્છેગામ, કંથારીયા, રાજપરા, મોટા રતનપર, શિયાનગર થઈ બીજા દિવસે ઝીંઝાવદર પહોંચી રાત વિસામો કરશે, ત્યાંથી સવારે રવાના થઈ સરવઈ, તાજપર, બોટાદ, પાળીયાદ પહોંચી ત્રીજા દિવસે રાત્રી વિસામો કરશે, ત્યાં થી રવાના થઈ રતનપર, ગઢળીયા, નડાળા, લિંબાળા, ધજાળા, ધાંધલપર ચોથા દિવસે પહોંચી રાત વિસામો કરશે, ત્યાં સવારે રવાના થઈ રાતકડી મોરસલ, નાનુ પાળીયાદ થઈ પાંચમાં દિવસે ચોટીલા પહોંચશે, અને પહોંચી ચામુંડા મિત્ર મંડળ દ્વારા ૫૨ ગજ ની ધજા ચડાવવામાં આવશે. ચોટીલા પદયાત્રામાં ભાઈઓ – બહેનો જોડાયા હતા અને પાંચ દિવસે ચોટીલા પહોંચી માતાજીનાના દર્શન કરી પરત ફરશે તેમ ચોટીલા મિત્ર મંડળ દ્વારા જણાવ્યું હતું.