હોટેલ મેરિયટમાં વિદેશી દારૂ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું

589
gandhi642018-4.jpg

શહેરમાં દારૂના વેપલાની વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. અહેરની એક નામાંકિત હોટલમાં અપાતા પરમીટવાળા દારૂને ગેરકાયદેસર રીતે વેચાતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે અહીં રેડ કરી તપાસ કરતાં પરમીટનો દારૂ બારોબાર વેચી દેવાયાનું સામે આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 
નશાબંધી વિભાગે તપાસ કરતાં ગેરકાયદે દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું છે. પરમીટમાં આવતા દારૂને વેચી મારવામાં આવતો હતો. નશાબંધી વિભાગે તપાસ કરતાં ૧૬૦ જેટલી દારૂની બોટલનો રેકોર્ડ મળ્યો ન હતો. જેથી નશાબંધી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કેમકે જે લોકોને પરમીટ હોય તેવા વ્યક્તિને જ દારૂ આપી શકાય પરંતુ હોટેલમાંથી પરમીટ વિનાના લોકોને પણ ૧૬૦ જેટલી દારૂની બોટલ વેચી હોવાનું ધ્યાને આવ્યું છે.
ગેરકાયદેસર રીતે દારૂના વેચાણની શંકા જતાં નશાબંધી વિભાગ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં કોઈ વ્યક્તિએ સ્ટોકમાંથી પરમીટની બોટલો બારોબાર વેચીને સગે-વગે કરી હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગત તારીખ ૨ માર્ચના રોજ નશાબંધી વિભાગ દ્વારા મેરિયટ હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પરમીટેડ દારૂની બોટલો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ૧૬૦ જેટલી વિદેશી દારૂની બોટલો ઓછી જણાઇ હતી. જ્યારે આ અંગે હોટલના સત્તાધીશો દ્વારા સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને તપાસમાં સહકાર ન મળતાં નશાબંધી વિભાગના સબ-ઇન્સ્પેક્ટરે જીઁને પત્ર લખી આ સમગ્ર મામલાની જાણ કરી હતી.

Previous articleનર્મદા કેનાલમાંથી પાણીની ચોરી ૩૨૮ પમ્પ, ૧૨૩ બકનળી હટાવાયા
Next articleસરકાર દ્વારા બિન અનામત વર્ગ નિગમની કામગીરીને અમલી બનાવવા કવાયત તેજ