જામનગર : કોરોનાનાં દર્દીઓનો રાફડો ફાટ્યો, ખાટલા સાથે તબીબો પણ ખૂટી પડે એવી સ્થિતિ!

353

(જી.એન.એસ.) જામનગર, તા.૧૧
કોરોનાની સારવાર માં હોસ્પિટલ ઉભરાતા હવે તો ડોક્ટર પણ ઓછા પડી રહ્યાા છે ત્યારે જામનગરમાં મેડિસિન્સ વિભાગ સિવાયના અન્ય વિભાગના તબીબોને કોરોનાની સારવાર માટે તાલીમ અપાઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે જ સૌરાષ્ટ્રમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો ફલો હોસ્પિટલોમાં વધી રહ્યો છે. અન્ય જિલ્લાઓમાંથી પણ જામનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે.ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યના બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંંહ હોસ્પિટલમાં ખાટલાા ખૂટી પડ્યા છે તેવી સ્થિતિનું ઉભી થઈ રહી છે. તેવામાં મેડિકલ વિભાગ સિવાયના અન્ય વિભાગના તબીબો ને પણ કોરોના અંગેની સારવાર માટેની સમજ આપી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવી પડી રહી છે.જામનગરના એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે મેડિસિન વિભાગના હેડ અને કોરોનાના દર્દીઓની સારવાર કરતા તજજ્ઞ તબીબ ઉપરાંત મેડિકલ કોલેજના અધિક્ષક દ્વારા જુદા જુદા સેશનમાં હોસ્પિટલમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ, ગાયનેક વિભાગ, સ્કીન વિભાગ અને સર્જરી વિભાગ સહિતના અન્ય વિભાગના તબીબો ને ખાસ તાલીમ આપવામાં આવી છે.
અન્ય વિભાગના તબીબોને કોરોનાના પોઝિટિવ પેશન્ટોની સારવાર માટે મેડિસિન્સ ડિપાર્ટમેન્ટ ઉપરાંતના વિભાગનાા ડોક્ટરોને પણ સારવારમાં લગાડવા માટે ર્ષ્ઠદૃૈઙ્ઘ પ્રોટોકોલ મુજબ કેવી રીતે સારવાર આપી શકાય તે અંગે ખાસ તાલીમ આપવામાં આવી છે.જામનગરમાં કોવિડના નોડલ ડો.એસ.એસ.ચેેટરજીએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુુ તબીબો ની જરૂર ઊભી થતાં જે પ્રકારે હાલ અન્ય વિભાગના તબીબોને કોરોનાના પોઝિટિવ પેશન્ટોની સારવાર માટે મેડિસિન્સ ડિપાર્ટમેન્ટ ઉપરાંતના વિભાગનાા ડોક્ટરોને પણ સારવારમાં લગાડવા માટે ર્ષ્ઠદૃૈઙ્ઘ પ્રોટોકોલ મુજબ કેવી રીતે સારવાર આપી શકાય તે અંગે ખાસ તાલીમ આપવામાં આવી છે.જામનગરના ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંંદીની દેસાઈ, મેડિસિન વિભાગના વડા ડૉ. મનીષ મહેતા અને ડો.એસ.એસ.ચેેટરજી દ્વારા અન્ય વિભાગને ડોક્ટરો ને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાાર માટેની સારવાર માટેેે સમજ આપવામાં આવી રહી છે.