ચિત્રા મસ્તરામ મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

973
bvn2182017-10.jpg

શહેરના ચિત્રા મસ્તરામબાપાના મંદિર પાછળના વિસ્તારમાં સ્ટેટ વિજીલન્સની ટીમે પૂર્વ બાતમી રાહે દરોડો પાડી ઈંગ્લીશ દારૂ-બિયર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય બુટલેગર નાસી છુટ્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ચિત્રા મસ્તરામબાપાના મંદિર પાછળના વિસ્તારમાં ઈંગ્લીશ દારૂનો ધંધો ચાલતો હોવાની પૂર્વ બાતમી આધારે સ્ટેટ વિજીલન્સ ટીમે દરોડો કરી ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૧૦૦ બોટલ અને ૬૪ નંગ બિયરના જથ્થા સાથે વિક્રમ હરીભાઈ મકવાણા રે.સાગવાડી, કાળીયાબીડ અને અબ્દુલમિયા રજાકમિયા સૈયદને ઝડપી લઈ ટીમના પ્રદિપસિંહ નટવરસિંહ રાઠોડે બોરતળાવ પોલીસ મથકમાં સોંપી આપી ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. જ્યારે રેડ દરમ્યાન મુખ્ય બુટલેગર કાંતિ નાસી છુટ્યો હતો.