કલોલની દુકાનમાં આગ લગાડનાર સીસીટીવી ફુટેજના આધારે પકડાયો

632
gandhi942018-4.jpg

કલોલ શહેરમાં ૩ દિવસ પુર્વે જાહેરમાં તોફાની ટોળાએ વાહનો તથા દુકાનોમાં તોડફોડ કર્યા બાદ અન્ય જગ્યાએ પણ પડઘા પડ્‌યા હતા. જેમાં હાઇ-વે પર બળીયાદેવ મંદિર પાસે આપેલી મિલન ટાયર નામની દુકાનને ગત તા ૫મીની રાત્રે સળગાવવાનો પ્રયાસ થયો હતો. જે અંગે પોલીસે ફરીયાદ લઇને સીસીટીવી ફુટેજની ચકાચણી કરતા એક શખ્સ બોટલમાં જ્વલનશીલ પ્રવાહી દુકાનનાં શટરમાં છાંટીને આગ ચાંપી ભાગતો જોવા મળ્યો હતો. જેની પોલીસ ધરપકડ કરી લીધી છે. 
કલોલ શહેરમાં હાઇ-વે પર બળીયાદેવ મંદિર પાસે આપેલી મિલન ટાયર નામની દુકાનને ગત તા ૫મીની રાત્રે સળગાવવાનો પ્રયાસ થયો હતો. જે અંગે પોલીસે ફરીયાદ લઇને સીસીટીવી ફુટેજની ચકાચણી કરતા એક શખ્સ બોટલમાં જ્વલનશીલ પ્રવાહી દુકાનનાં શટરમાં છાંટીને આગ ચાંપી ભાગતો જોવા મળ્યો હતો. જેની પોલીસ ધરપકડ કરી લીધી છે.
કલોલ હાઇ-વે પર બળીયાદેવ મંદિર પાસે આપેલી મિલન ટાયર નામની જુબેરભાઇ મોહસીનભાઇ મેમણની દુકાનને તા ૫મી રાત્રે કોઇ શખ્સે બહારથી જ્વલનશીલ પ્રવાહી રેડીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
ફાયર બ્રિગેડ પહોચી જતા અંદરનો સામાન બચી ગયો હતો. જુબેરભાઇ દ્વારા આ અંગે ફરીયાદ નોંધાવવામાં આવતા પીએસઆઇ એલ એસ રબારીએ તપાસ હાથ ધરી હતી. આ દુકાનની આસપાસનાં ફુટેજ ચેક કરતા એક શખ્સ રાત્રે ૧૧.૩૦ વાગ્યાનાં અરસામાં દુકાનની બહાર બોટલ સાથે મો પર રૂમાલ બાંધેલો યુવાન જોવા મળ્યો હતો. પોલીસે આ ફુટેજ જીણવટપુર્વક જોતા આ શખ્સે બોટલમાંથી દુકાનનાં શટરની નીચેનાં ભાગે પ્રવાહી રેડ્‌યુ હતુ અને કાંડી ચાપીને પાછળનાં ભાગે દોડીને ભાગતો જોવા મળ્યો હતો.
પોલીસે ફુટેજમાં જોવા મળેલા શખ્સની ઓળખ માટે પ્રયાસો કરતા આ શખ્સનું નામ ભાવેશ ધરમદાસ કેશવાની (રહે શ્રીનગર સોસાયટી, કલોલ) હોવાનું જાણવા મળતા ભાવેશને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleપોલીસ સામે બૂટલેગરો બેફામઃ LCB જવાનોને જબરજસ્તી પીવડાવ્યો દારૂ!
Next articleબિન અનામત વર્ગને ઉચ્ચ શિક્ષણ માટે ૪ ટકાના વ્યાજે લોન