૪ જુનથી રાજ્યના ૩૬ શહેરોમાં સવારે ૯ થી સાંજના ૬ સુધી તમામ વેપાર ધંધા શરૂ : મુખ્યમંત્રીની જાહેરાત

256

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ૩૬ શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.૪ જૂનથી દુકાનો ખુલ્લી રાખવાનો તથા હોમ ડિલિવરી માટેની સમયની મર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ આ મર્યાદા મુજબ બપોરે ૩ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાતી હતી. જોકે, હવે મુખ્યમંત્રીએ આ સમયની મર્યાદા વધારી છે. આ નિર્ણયના કારણે ૩૬ શહેરોના નાગિરકો અને વેપારીઓને ખૂબ રાહત મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ૩૬ શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.૪ જૂન થી સવારે ૯ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે.તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે.રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ ૩૬ શહેરોમાં ૪ જૂન થી ૧૧ જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. છતાં સરકાર હજુ પણ રાત્રિ કર્ફ્યૂ નાબૂદ કરવાની વિચારણામાં નથી. સ્થિતિ થાળે પડતા સરકાર આ વખતે નક્કર સ્ટ્રેટેજી સાથે અનલૉક કરી રહી છે. આ એવા શહેરો છે જ્યાં કોરોનાએ માજા મૂકી હતી. જન સામાન્યના જીવનને મોટી ખુંવારી પહોંચી હતી તેવામાં હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Previous articleગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયીઃ ૮ના મોત
Next articleવિદેશી કંપનીઓ ભારતમાં ટ્રાયલ વગર વેક્સિન લોન્ચ કરી શકશે