બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર પાવન ભૂમિ પર નૂતન ભોજનાલયના બાંધકામનો ભૂમિ પુજન કરાયું

715

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરની પાવન ભૂમિ પર ભોજનાલયના બાંધકામ કાર્યનો શિલાન્યાસ વિધિ વડતાલ ગાદી પીઠાઘિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા મહાન તપસ્વી સંતો-મહંતોની ઉપસ્થિત માં મહાપુજા કરવામાં આવી હતી,આજરોજ સોમવારને પવિત્ર એકાદશીના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભોજનાલયનો શિલાન્યાસ સમારોહ વડતાલ ગાદી પીઠાઘિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા મહાન તપસ્વી સંતો-મહંતો, રાજકીય મહાનુભાવો તેમજ દાદાના લાડીલા ભક્તો ની ઉપસ્થિતમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું,
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ૧૦૦ કરતા પણ વધુ વર્ષોથી ચાલતા કષ્ટભંજનદેવ દાદાના અન્નક્ષેત્રમાં અત્યાર સુધીમાં અંદાજિત ૩ કરોડથી પણ વધુ ભોજન પ્રસાદ લઈ ચૂક્યા છે, નવા બનનારા કષ્ટભંજન દેવ નૂતન ભોજનાલયમાં એક સાથે ૮ થી ૧૦ હજાર ભક્તો એકી સાથે ભોજનપ્રસાદ લઈ શકેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.