ઇમેજીકા ખાતે ઉનાળાની રજાઓની મજા માણવા સજ્જ થઇ જાઓ

2405
guj1342018-4.jpg

ઉનાળાના પ્રારંભ સાથે શાળાઓમાં હવે વેકેશન શરૂ થઇ રહ્યું છે ત્યારે હવે મજાની પણ શરૂઆત થાય છે.
ઉનાળાનું વેકેશન શરૂ થવાને હવે થોડાં જ દિવસો બાકી છે ત્યારે થીમ પાર્કમાં એસી ઇનડોર પ્રવૃત્તિઓ અને વોટર પાર્ક પુલમાં મજેદાર રાઇડ્‌સ સાથે ગરમીને દૂર ભગાવો. આ ઉપરાંત સ્નોપાર્કમાં ઠંડકનો અહેસાસ કરો. ઉનાળાની રજાઓને વધુ રસપ્રદ બનાવતા ઇમેજીકાએ મહેમાનોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે બાય ૨ ગેટ ૧ ઓફર રજૂ કરી છે.
આ એપ્રિલથી ઇમેજીકા બાળકોના પસંદગીના કેરેક્ટર છોટા ભીમ અને તેના મિત્રોનું કાયમી ઘર બન્યું છે. ગ્રાન્ડ ઇમેજીકા પરેડ ખાતે છોટા ભીમ તેના ચાહકોને મળશે અને તેમના મનોરંજન અને ઉત્સાહમાં વધારો કરશે. આટલું જ નહીં, મહેમાનો છોટા ભીમની રસપ્રદ ચીજોની ખરીદી કરીને તેને ઘરે પણ લઇ જઇ શકશે.
મહેમાનોના ઉત્સાહમાં વધારો કરતાં તાજેતરમાં ઇમેજીકાએ ભારતમાં પ્રથમ પ્રકારના ઇમેજીકા હાઇ સ્ટ્રીટ (આઇએચએસ) નવો કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે, જે ઇમેજીકા થીમ પાર્ક ખાતે આવતા મહેમનો નોન-સ્ટોપ એન્ટરટેઇનમેન્ટ, પાર્ટી, શોપિંગ, ફુડ અને બેવરેજના સંખ્યાબંધ વિકલ્પો આપશે.
ઇમેજીકા હાઇ સ્ટ્રીટની વિશેષ બાબત એ છે કે વોટર પાર્કના ગેસ્ટ ગ્રાન્ડ ઇમેજીકા પરેડની માફક ફુલ-ફ્લેજ્ડ કેરેક્ટર પરેડની મજા લઇ શકશે.

Previous articleએપીએમ ટર્મીનલ પીપાવાવ પોર્ટે ૧ર ગામોમાં વોટર એટીએમ મુકયા
Next articleભાગવત સપ્તાહમાં નરસિંહ પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી