પાંચ લાખનો તોડ કરનાર બોગસ પત્રકાર બે દિવસના રીમાન્ડ પર

692
bvn1342018-14.jpg

શહેર નજીકના બુધેલ ચોકડી પાસેના ટોપ થ્રી લોર્ડસ રીસોર્ટના મસાજ પાર્લરના કર્મચારીનો રૂા.પાંચ લાખનો તોડ કરનાર બોગસ પત્રકારને પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જેમાં એલસીબી ટીમે તપાસ દરમ્યાન રૂા.ર લાખ ૯ર હજાર કબ્જે કર્યા છે અને વધુ પુછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, બુધેલ ચોકડી નજીક આવેલ ટોપ થ્રી રીસોર્ટમાં મસાજ પાર્લરના કર્મચારી સુજીદ ગોપાલન શંકરને ભરતનગર પોલીસ મથકમાં ભરતનગર મધુવન પાર્કમાં રહેતા હિરેન રાજેશભાઈ સાગઠીયા વિરૂધ્ધ ફરિયાદ આપી હતી કે હિરેન સાગઠીયાએ પોતાની ઓળખ નેશનલ ચેનલના પત્રકાર તરીકે આપી અવારનવાર ફોન પર ધમકી આપી તારૂ સ્ટીંગ ઓપરેશન કર્યુ છે અને સીડી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી રૂા.પાંચ લાખનો તોડ કર્યો છે. બનાવ અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી બોગસ પત્રકાર હિરેન સાગઠીયાની ધરપકડ કરી વધુ તપાસ એલસીબીએ હાથ ધરી આજરોજ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરાતા નામદાર કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. એલસીબી ટીમના પીઆઈ દિપક મિશ્રા દ્વારા આરોપીની પૂછપરછ હાથ ધરતા આરોપી પાસેથી તોડ કરેલા રૂા.પાંચ લાખમાંથી રૂા.ર લાખ ૯ર હજાર કબ્જે લીધા હતા અને વધુ રકમ રીકવર કરવા અને આરોપીની કોલ ડીટેઈલ ચેક કરી અન્ય કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયાની માંગણી કરી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

Previous articleતીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ૧૩ ઝડપાયા
Next articleએરકુલરમાં બેસીને ધરણા કરતી ભાજપ લોકતંત્ર બચાવોનું નાટક કરે છે : સંજયસિંહ