બીબીઍનાં વિદ્યાર્થીઓનું બજાજ ફાયનાન્સીયલ સર્વિસ પ્રાઈવેટ લી.માં ઇન્ટર્નશીપ પ્લેસમેંટ

952
gandhi2292017-3.jpg

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) નાં વિદ્યાર્થીઓનું બજાજ ફિનસર્વિસ પ્રા. લીમાં ૩૦ દિવસ માટે  “ઇન્ટર્નશીપ પ્લેસમેંટ” થયું. આ તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને ફાઇનાન્સનાં સિદ્ધાંતોનું વાસ્તવિક અમલીકરણ કેવીરિતે કરવામાં આવે છે. તે શીખવા મળશે. 
બજાજ ફાયનાન્સીયલ સર્વિસ પ્રા.લી એ નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશન છે. જેણે ગ્રાહકો ને લોન માટે ખુબ બધા વિકલ્પો બજારમાં મુક્યા છે. જેનાથી ગ્રાહકોને આર્થિક સદ્ધારતા મેળવવામાં મદદ મળશે. આજે હોમ ઍપ્લાયન્સ, ઓટોમોબાઇલ્સ, ઈલેક્ટ્રોનિક્સ, અને ઍસેસરીઝ જેવી ઘણી બધી પ્રૉડક્ટ ખરીદનાર ને જ઼રિો ટકા વ્યાજથી લોનધિરાણ કરતી ફાઇનાન્સ ક્ષેત્રની વિશાળ કંપની તરીકેની નામનાં ધરાવે છે.
બજાજ ગ્રુપ કંપનીની સ્થાપના ૧૯૨૬ માં થયેલ જેથી કંપની ૯૧ વર્ષ નો બહોળો અનુભવ ધરાવે છે. જે વિદ્યાર્થીઓને એક પ્રતિષ્ઠિત કંપનીમાં તાલીમ લેવા નો મોકો મળ્યો જે વિદ્યાર્થીઓ માટે અદભુત તક કહી શકાય. હાલ કંપની નું ટોપ ટેન બિજનેસ હાઉસ માં સ્થાન છે. જે કંપનીની આર્થિક ક્ષેત્રે મજબૂતી સૂચવે છે. બજાજ ફાઈનાન્સ લી. ગ્રુપ ની સ્થાપના કંપની દ્વારા ૧૯૮૭ માં કરવામાં આવી હતી. હાલ તેનું હેડ ક્વાટર્સ મહારાષ્ટ્રમાં  પુણે ખાતે સ્થિત છે. કંપની પર્સનલ લોન, હોમ લોન, પ્રોફેશનલ માટે લોન, ક્રેડીટ કાર્ડ, ગોલ્ડ લોન, ફિક્સ ડીપોઝીટ ઉપર લોન, દ્વિચક્રી વાહન માટે લોન  જેવા અનેક ઓપ્શન કંપની દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે. 
આ કંપનીમાં બીબીઍ કૉલેજનાં ૪૨ વિદ્યાર્થીઓ ઈટેન્શીપ માટે ઈન્ટરવ્યું આપ્યો હતો જેમાંથી ૩૫ની પસંદગી કરવા માં આવી હતી. જેઓની ૩૦ દિવસની તાલીમ ૬૭૫૦/- રૂપિયા સ્ટાઈફન સાથે આપવામાં આવશે..ત્યારે. અત્રે બજાજ ફિનસર્વિસ પ્રા.લી નાં માર્કેટીંગ તેમજ સેલ્સ અને અન્ય વિભાગનાં અધિકારીઓ હરીગુપ્તા, કુમાર સૌરવ- અમદાવાદ એરિયા સેલ્સ હેડ અને સંકેત ગલગટે અમદાવાદ એરિયા સેલ્સ મેનેજર દ્વારા વિદ્યાર્થીઓઍ અભ્યાસકાળ દરમ્યાન કેવી સતર્કતા અને ચોક્કસાઈ કેળવવી જોઈઍ તે અંગેની આયોજન બદ્ધ તાલીમ આપી હતી. બૅંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે આગામી દિવસોમાં મેનેજમેન્ટ સ્નાતકો માટે વિશાળ તકોનું સર્જન થવા જઈ રહ્યુ છે. ત્યારે બેન્કર બનવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓમાં કૉર્પોરેટ એકાઉંટિંગનું જ્ઞાન, ફાઈનાન્સિયલ ઍનાલિસિસ તેમજ વ્યાવસાયિક અભિગમ અને કૌશલ્ય વિકસે તે આજના સમયની માંગ છે. 
વિદ્યાર્થીઓ ને ૩૦ દિવસની ટ્રૅનિંગ દરમ્યાન બજાજ ફિનસર્વિસ પ્રા.લીનાં બપોરે ૧.૦૦ વાગ્યાથી ૬.૦૦ વાગ્યા સુધી તાલીમ આપવામાં આવશે. કૉલેજ તરફથી આચાર્ય ડૉ. રમાકાન્ત પૃષ્ટિનાં, ટ્રૅનિંગ  અને પ્લેસમેંટના હેડ ડૉ. જયેશ જે. તન્ના, પ્રો. આશિષ ભુવા તેમજ સમગ્ર ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.

Previous articleપાટીદાર અગ્રણીઓ અને આંદોલનના કન્વીેનરો સાથે બેઠક યોજાશે
Next articleસેમસંગે ગુજરાતમાં સ્માર્ટફોનમાં લીડરશિપને વધારે મજબૂત કરી, રોમાંચક ફેસ્ટિવ ઓફર પ્રસ્તુત કરી