સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી લે….નહિ તો દેશમાં યુદ્ધ થશેઃ ટિકૈત

161

(જી.એન.એસ.)રામપુર,તા.૧૬
ખેડૂત આંદોલન પર ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈતનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે ખેડૂતો પાછા નહીં ફરે, તે ત્યાં જ રહેશે. સરકારને વાતચીત કરવી જોઈએ. તેણે કહ્યું કે અમે ૫ સપ્ટેમ્બરે મોટી પંચાયત બોલાવી છે. આગળનો જે પણ નિર્ણય હશે તે નિર્ણય અમે તેમાં લઈશું. બે મહિનાનો સરકાર પાસે પણ ટાઈમ છે. પોતાનો નિર્ણય સરકાર પણ કરી લે અને ખેડૂતો પણ કરી લેશે. એવું લાગી રહ્યું છે યુદ્ધ થશે દેશમાં. રામપુર પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના હાલચાલ પુછવા માટે આવ્યા છે. વરસાદ નથી પડી રહ્યો. અમે ડિઝલને લઈને આંદોલન કરી રહ્યા છીએ તો સરકાર કહી રહી છે કે મોંઘવારીથી તમારો શું મતલબ છે? ડીઝલ ખરીદી રહ્યા છે. જોઈએ સરકાર સબ્સિડી આપશે છે કે નહીં. ખેડૂત પોતાના ખિસ્સામાંથી ખરીદી કરી રહ્યા છે. શેરડીની ખરીદી નથી થઈ રહી. તરાઈ વાળી બેલ્ટને નુકસાન થઈ રહ્યું છે. હાલત એ છે કે દેશમાં ખેડૂતોને નુકસાન છે. ટિકૈતે કહ્યું કે સરકાર જે કાયદો લાવી છે. તેનાથી વધુ નુકસાન થશે. રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું કે સરકાર કાયદા પરત લે અને ખેડૂતો સાથે બેસીને વાત કરે. નહીં તો આંદોલન ચાલુ રહેશે. અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છીએ માટે સરકાર અમારૂ નથી સાંભળી રહી. ક્રાંતિકારી રીતે આંદોલન કરીશું તો જ સરકાર સાંભળશે. જે અમે કરવા નથી માંગતા અમે શાંતિના પુજારી છીએ.