તાપસીએ કંગના પર કર્યો કટાક્ષ, કહ્યું- હું છીંક ખાઉ તો પણ લોકો નોંધ લે છે

154

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૭
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ ફિલ્મ જગતમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. તાપસી પન્નુ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. આ સિવાય તાપસી તેના આગવા અંદાજ માટે પણ જાણીતી છે. તાપસીએ ઘણી ફિલ્મોમાં જબરદસ્ત અભિનય કરીને ફિલ્મ ઉદ્યોગમાં નામના મેળવી છે. તાપસી સો.મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જો કે ઘણી વખત તે સો.મીડિયા પર ટ્રોલ પણ થઈ જાય છે અને વિવાદોમાં ઘેરાય છે. તાજેતરમાં તાપસી તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. આ બધાની વચ્ચે તાપસી એકવાર ફરી ચર્ચામાં આવી છે. તાપસીએ એક મુલાકાતમાં કહ્યું છે કે જે રીતે તે સો.મીડિયા પર સતત ટ્રેંડ કરે છે તેનાથી તેનુ ગજુ છતુ થાય છે કે તનુ કદ કેટલુ વિકસીત થઇ ગયુ છે. તાપસી પન્નુને પૂછવામાં આવ્યું, તે કેવી રીતે લાઇમલાઇટમાં આવે છે. આ અંગે તાપસીના જવાબને લઈને ચર્ચામાં છવાઇ ગઇ છે. તેને કહ્યું, હું છીંક ખાઉ તો પણ લોકો તેની નોંધ લે છે. પ્લીઝ નજર ન લગાવશો. હું આનાથી ખુબજ ખુશ છુ. સો.મીડિયા પર મારૂ કેટલુ ચાલે છે. કેટલાયે લોકો બફાટ કરે લોકો તેની નોંધ પણ નથી લેતા. આ વાત પર એવુ માનવામાં આવે છે કે તાપસીએ આડકરતી રીતે કંગના રનૌત પર આ વાતને લઇને નિશાન સાધ્યુ છે. તાપસી અને કંગનાની તકરાર સૌ કોઇ જાણે છે બંને વચ્ચે સતત તર્ક વિતર્ક આક્ષેપ થયા કરે છે. તાપસીએ કહ્યું, હું ખુબ જ ખુશ છું કે લોકો મારો અડધો ફોટો જોઇને અટકળો શરૂ કરી દે છે કદાય મે કોઇની કોપી કરી લીધી લાગે છે તાપસી પર કંગનાની બહેન રંગોલીએ સસ્તી કોપી કહી આક્ષેપ કર્યો હતો આ તેનો જવાબ હોય તેવુ લાગી રહ્યું છે.