બોટાદના પાળીયાદ રોડ નજીક ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતા બે ઝડપાયા

300

૧૨૦૦ લીટર જથ્થા સાથે કુલ રૂ. ૬,૧૮,૦૦૦ના મુદ્દામાલ ઝડપી લેતી બોટાદ એસ.ઓ.જી
બોટાદ ટાઉન વિસ્તારમાં એસ.ઓ.જીની ટિમને ખાનગી રાહે બાતમી મળેલ કે બોટાદના પાળીયાદ રોડ બ્રાહ્મણ સોસાયટીમાં કોમન પ્લોટમાં બે ઈસમો ગેરકાયદેસર બાયોડીઝલનું કરતા બોટાદ એસ.ઓ.જીની ટીમે બે શખ્સોને ૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકતના આધારે બોટાદ પાળીયાદ રોડ બ્રાહ્મણ સોસાયટીમાં કોમન પ્લોટમાં બાયોડીઝલ રાખી વેચાણ થતુ હોવાની હકિકત આધારે સદરહું હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા બે ઇસમો ઝડપી લીધા હતા જેમાં જગુભાઇ જીલુભાઇ ખાચર ઉ.વ.આ.૪૦ રહે.બોટાદ તથા થ્રીવ્હિલ ટેમ્પોનો ચાલક ધીરૂભાઇ લક્ષ્મણભાઇ લકુમ ઉ.વ.આ.૪૨ રહે.બોટાદઓના કબ્જા ભોગવટામાંથી જ્વલનશીલ પ્રવાહી (બાયોડીઝલ)નો જથ્થો કુલ લીટર-૧૨૦૦ કિ.રૂ.૬૦,૦૦૦ તથા મોટા ટાકા નંગ-૨ કિ.રૂ.૩,૦૦૦ તથા ઇલેક્ટ્રીક મોટર નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦ તથા થ્રીવ્હિલ ટેમ્પો રજી.નં. ય્ત્ન ૦૧ ેેંં ૭૦૬૩ કિ.રૂ.૫૦,૦૦૦ તથા ટ્રાવેલ્સ રજી. નં. ય્ત્ન ૦૧ ેેંં ૭૦૬૩ કિ.રૂ.૫,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ રૂ.૬,૧૮,૦૦૦ નો રાખી મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Previous articleશિખર ધવને વન-ડે ક્રિકેટમાં ૬૦૦૦ રન પુરા કરી લીધા
Next articleશિક્ષણ એ વિકાસનો પાયો છે- સૌરભ પટેલ