હાઇકોર્ટે ગીતા રબારી વિરુદ્ધ કાર્યવાહી મામલે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો

983

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૨
ગુજરાત રાજ્યની લોકગાયિકા ગીતા રબારીને ગુજરાત હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ગીતા રબારી વિરુદ્ધ કાર્યવાહી મામલે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. જેમાં કોર્ટે જણાવ્યું છે કે લોકગાયિકા ગીતા રબારી વિરુદ્ધ હાલમાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવશે નહીં. કોરોના કાળમાં ભુજ ના રેલડી ગામમાં લોકડાયરા નું આયોજન કરવા મામલે ગીતા રબારી સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ રદ કરવા મામલે ગીતા રબારીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અવારનવાર વિવાદમાં આવતી લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારો સામે જાહેરનામાના ભંગ અંગેની ફરિયાદ નોંધાઇ છે. મહત્વનું છે કે, ભૂજ નજીક રેલડીમાં ફાર્મ હાઉસમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડાવીને ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ગીતા રબારી, નિલેષ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleમુખ્યમંત્રી રૂપાણીએ દ્વારકાધીશના દર્શન કરી શીખર પર ધજા ચડાવી
Next articleજૂની વી.એસ. હોસ્પિટલનું ૧૦૦ કરોડનાં ખર્ચે થશે નવીનીકરણ, અનેક પ્રોજેક્ટને મંજૂરી