૨૫મી જુલાઈએ ભાવનગર ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરનો શુભારંભ કરાશેઃ મહર્ષિગૌતમ દવે

375

સંપૂર્ણ વિશ્વમાં જ્યારે એક પણ સ્થાને શિક્ષણનું કેન્દ્ર બન્યું ન હતું. ત્યારે ફક્ત ભારતમાં ગુરુકુળો ચાલતા હતા. જેમાં ગુરુજી દ્વારા શિષ્યોને નિઃશુલ્ક શિક્ષા અને દીક્ષા અપાતી હતી. જેનું મોટું પ્રમાણ ઈતિહાસ છે.આજના સમયમાં સંસ્કૃતભાષા અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અર્થે ભારત સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિદ્યાલયો અને વિવિધ શૈક્ષણિક કેન્દ્રો સારી રીતે ચલાવવામાં આવે છે. પણ શું તેનાથી ભારતીય સંસ્કૃતિનું પુરતું જતન સંભવ થશે ? તે માટે ઘણી ખરી સ્વતંત્ર પાઠશાળાઓ, પરિષદો, સમિતિઓ અને સંસ્થાઓ નિઃસ્વાર્થભાવે સેવારત છે. જે આપણા માટે સરાહનીય છે. આટલી બધી માત્રામા સંસ્કૃતિનાં સંરક્ષણ અર્થે સંસ્થાઓ કાર્યરત છે તો પછી આપણે વ્યક્તિગત સેવા કરવાની આવશ્યકતા શું કામ ? એવો પ્રશ્ન દરેકને થાય. કારણકે દરેક ભારતીય નાગરિક માં ભારતીનો ઋણી છે. અને ભારતની પ્રતિષ્ઠાનુ મૂળ સંસ્કૃતભાષા અને ભારતીય સંસ્કૃતિ છે. માટે તેનું સંરક્ષણ કરવું તે દરેક ભારતીયનું પહેલું કર્તવ્ય બને. આવી ઉદાર ભાવના ધરાવતા શ્રી મહર્ષિગૌતમ દવે જેવો ભાગવત વિદ્યાપીઠ સોલા, કાશી તેમજ કર્ણાટકની સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી શૃંગેરીથી પોતાના અભ્યાસ પૂર્ણ કરીને બે મહિના પહેલા જ પોતાની જન્મભૂમિ આવ્યા છે. તેમનો સંકલ્પ છે કે સંસ્કૃત ભાષા જનભાષા બને તે માટે સમસ્ત રાજ્યમા ૧૦૮ નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગો ચલાવવા. જેમાનો પહેલો વર્ગ બાબરા પંથકમાં ત્યારબાદ બીજો વર્ગ અમરેલી ખાતે હમણાંજ પૂર્ણ થયો છે. બન્ને વર્ગની છાત્ર-છાત્રાઓની કુલ સંખ્યા ૪૫ની હતી. જેવો દરેક સરલ સંસ્કૃત બોલવા માટે સક્ષમ બન્યા છે. જે એક સમાજ માટે પ્રેરણાદાયી વાત છે. હવે ભાવનગર જિલ્લામાં તારીખ ૨૫ જુલાઈએ સાંજે ૦૬ વાગ્યે તપસ્વી બાપુની વાડી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરનો શુભારંભ કરાશે. જે વર્ગ દસ દિવસ સુધી નિયમિત રૂપે સાંજના ૦૬ થી ૦૭ સુધી ચલાવવામાં આવશે. દરેક સંસ્કૃત પ્રેમીઓએ આ વર્ગમાં જોડાવા માટે સ્થાનિક ભાવિક ભાઈ મહેતાનો સંપર્ક કરવો.

Previous articleભાવનગરના પત્રકાર ઇરફાનભાઈ સોલંકીની વ્હાલી દીકરી ફિરદૌસનો આજે જન્મદિવસ
Next articleડિવાઇડર પર સ્ટ્રીટ લાઇટ માટે ડાયરેક્ટ વિજ જોડાણ કરતા વિવાદ