પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી પહેલીવાર સો.મીડિયા પર સક્રિય જોવા મળી

678

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૩
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થતા ચારેબાજુ બસ તેની અને શિલ્પા શેટ્ટીની જ ચર્ચા છે. રાજ કુંદ્રા પર અશ્લીલ મૂવીઝ બનાવવી અને તેને એપ્સ પર અપલોડ કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલમાં લાંબી પુછપરછ બાદ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ રાજ આ કેસમાં મુખ્ય કાવતરું કરનાર માનવામાં આવે છે. રાજ કુંદ્રા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં છે અને આજે તેની કસ્ટડીનો અંતિમ દિવસ રહેશે. રાજની ધરપકડથી શિલ્પા શેટ્ટી સતત સો.મીડિયા પર ટ્રોલ થઇ રહી છે અને તેના પર મેમ્સ બનાવવામાં આવી રહ્યા છે. દરમિયાન શિલ્પાના પતિની ધરપકડ બાદ તે પહેલીવાર સો.મીડિયા પર સક્રિય જોવા મળી છે. શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પુસ્તકનો ફોટો શેર કર્યો છે, જેમાં તેનો બચાવ અને પડકારોનો સામનો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિલ્પાએ શેર કરેલા પુસ્તકનાં પેજમાં શરૂઆતમાં લખ્યું છે, ‘ગુસ્સામાં પાછા વળી ન જુઓ અથવા ડરથી આગળ ન જુઓ, પણ જાગૃતિમાં ચારેબાજુ જુઓ’ શિલ્પા શેટ્ટીની પોસ્ટમાં લખ્યું, ‘અમને દુઃખ પહોંચાડનારાઓ પર અમે ગુસ્સે છીએ. આપણે જે નિરાશાઓ અનુભવી છે, આપણી પાસે જે કમનસીબી છે સહન કર્યું છે. આપણે હંમેશાં ડરમાં હોઈએ છીએ કે આપણે આપણી નોકરી ગુમાવી દઇશુ, કોઈ રોગની ચપેટમાં આવી જઈશું અથવા કોઈના મોતથી દુઃખી થઈશું. આપણે જે સ્થાન બનવાની જરૂર છે તે અહીં છે. શિલ્પા શેટ્ટી તેની પોસ્ટમાં આગળ લખે છે, “હું ઉંડા શ્વાસ લઉ છુ અને માનુ છુ કે હજુ જીવીત છુ તો નસીબદાર છું હુ પહેલાં પણ પડકારોનો સામનો કરી ચુકી છુ મારા માટે આ કંઇ નવુ નથી. હું ભવિષ્યમાં પણ પડકારોનો સામનો કરીને ટકીશ. આજે કોઈ મને જીવન જીવવા માટે રોકી ન શકે. શિલ્પા શેટ્ટીની આ પોસ્ટથી તે સમજી શકાય છે કે આજકાલ તેની પરિસ્થિતિ કેવી છે. શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુંદ્રા પર લાગેલા અશ્લીલ વીડિયો સંબંધ વિશે કંઇ કહ્યું નથી પરંતુ તે જીવનમાં પડકારોનો સામનો કરવા માટે ચોક્કસ તૈયાર છે. હાલ તો મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તેમને શિલ્પા વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.