ગાંધીનગર જિલ્લાનાં ડભોડાની આંગણવાડીમાં ડો બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતી નિમીતે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી હરિત કોયા દ્વારા બાળકોને પૌષ્ટીક ખિચડી પીરસવામાં આવી હતી.
આંબેડકર જયંતિ નીમીતે કુપોષણ મુક્ત ભારત જન આંદોલનની શરૂઆત ભાગ રૂપે આ આયોજન કરાયુ હતુ. પીએસસીનાં આયુષ મેડિકલ ઓફિસર ડો નીપા પટેલ, સુપરવાઇઝર અંજના પટેલ હાજર રહ્યા હતા.૧૦૦ જેટલા બાળકોનાં આરોગ્યની ચકાચણી કરવામાં આવી હતી.