(જી.એન.એસ)મુંબઈ,તા.૩૧
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા, આ બંને ભાઈની જોડીએ મુંબઈમાં ? ૩૦ કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે અને તેઓ જલ્દી જ આ ફ્લેટમાં શિફ્ટ થવાના છે. સ્વાન્કી એપાર્ટમેન્ટ નામની લેવિસ રેસિડેન્શિયલ સ્કીમનો ભાગ બનવા જઈ રહ્યા છે અને તેઓ ટાઇગર શ્રોફ અને દિશા પટનીના પાડોશી બનશે. રિપોટ્ર્સ મુજબ, છેલ્લા ટાઈગર અને દિશા પણ અહીં જ રહે છે.
બાંદ્રા-ખાર જેવા પોશ એરિયામાં આવેલા, આ એપાર્ટમેન્ટ ૩,૮૩૮ સ્કવેર ફીટ એરિયામાં ફેલાયેલો છે અને તે ૮ બેડરૂમ ધરાવે છે. આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા આ બંને ભાઈઓ ટીમ માટે ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે. બંને ગુજરાતના ખેલાડીઓ ટીમને ગમે તે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે માહિર છે. અત્યારે કૃણાલ પંડ્યા શ્રીલંકામાં જ છે. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, એક ટી ૨૦ મેચ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી અને બીજા દિવસે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે, સમગ્ર ભારતીય ટીમ સિરીઝ પૂરીકરીને ભારત પરત ફરી છે પરંતુ, કોરોનાના કારણે ચહલ, કૃણાલ પંડ્યા અને કે ગૌતમને રોકાવવાની ફરજ પડી છે. હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમનો રેગ્યુલર હિસ્સો છે. જયારે, કૃણાલ પંડ્યાને અત્યારે ટી ૨૦ લેવલ પર ટીમમાં રમવાનો મોકો આપવામાં આવે છે. આ બંને ભાઈઓએ મુખ્યત્વે આઈપીએલમાં રમતા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મળેલી ફી થી ખાસ્સી રકમ ભેગી કરી હોવાનો અંદાજ છે અને એટલે જ, તેઓ ? ૩૦ કરોડનો અતિ મોંઘો કહેવાતો ફ્લેટ મુંબઈમાં લઈ રહ્યા છે.

















