નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ? તોડે જ છેઃ રૂપાણી

510

ગાંધીનગર,તા.૭
૭ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી તરીકે અને નીતિન પટેલે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ની સરકારના આજે ૫ વર્ષે પૂર્ણ થયા છે.આ ૫ વર્ષે ની ઉજવણી ના ભાગ રૂપે રાજ્ય સરકારે ૧ ઓગષ્ટ થી ૯ ઓગષ્ટ સુધી ઉજવણીના કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા હતા.જેનો મુખ્ય કાર્યક્રમ આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય તરીકે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ વર્ચ્યુલી હાજરી આપી હતી.તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ મહાત્મા મંદિર ના મંચ પર જોવા મળ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અમિત શાહ ના હસ્તે રાજ્ય સરકાર ની વતન પ્રેમ યોજનાને લોન્ચ કરી હતી.જે અંતર્ગત વતન થી દુર ગયેલા નાગરિક પોતાના વતન ના વિકાસ માટે કાર્ય કરશે તો તેનો ૪૦ ટકા ફાળો રાજ્ય સરકાર આપશે. આ યોજના માટે પંચાયત વિભાગના કામો માટે ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજના દિવસે રાજ્ય ભરમાં ૫૩૦૦ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૮૫ કરોડ ના ૭૧૦૯૪ આવાસોનું લોકાર્પણ.શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિકાસ વિભાગના કુલ રૂ. ૩૮ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ. ૧૪૨૫ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જળસંપત્તિ વિભાગના વિવિધ પાપલાઈનના કુલ રૂ. ૧૨૨૦ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. “નલ સે જલ” યોજના હેઠળ કુલ રૂ. ૩૯૬ કરોડના કામોના ખાતમુહૂર્ત,શ્રમ અને રોજગાર વિભાગના કુલ રૂ.૨૪૫ કરોડના વિવિધ આઈ.ટી.આઈ. ના કામોના લોકાર્પણ.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કુલ રૂ.૫૨ કરોડના ૬ નવીન બસ સ્ટેશન તેમજ વલસાડ ખાતે નવીન વિભાગીય કચેરીનું લોકાર્પણ અને ૧૫ મ્જી૫- બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જ્યારે ડીસામાં નેશનલ હાઇવ પેર રપર ૨૨૫ કરોડના ખર્ચે બનેલા રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતું કે ગુજરાત ની ગાદીએ વિક્રમ આદિત્ય નું સિંહાસન છે.અમે જ્યારે થી સરકાર બનાવી છે ત્યારથી પારદર્શકતા, નિર્ણયકતા, સંવેદનશીલ,અને પ્રગતિ શીલતા ના ચાર મુદા પર અમે કામ કર્યું છે.દરેક ક્ષેત્રે અમે વિકાસ કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે વતન પ્રેમ યોજનાની શરૂઆત કરાવી હતી. તેમણે યોજનાનો આરંભ કરાવતા કહ્યું હતું કે ’હું વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને અપીલ કરવા માંગુ છું કે આ યોજનાનો લાભ લઈ પોતાના વતન ગામ શહેર જિલ્લાના વિકાસમાં સહભાગી બને. આ યોજનામાં તમારે તમારા વતનના વિકાસ માટે જે કામ કરવું હશે તે કામના મંજૂર થતા સરકાર ૪૦ ટકા ખર્ચ ભોગવશે. આમ પ્રત્યેક વૈશ્વિક ગુજરાતી કે સમૂહ પોતાના વતનના વિકાસ માટે આગળ આવે.’