રેલ્વે ડીઆરએમ ઓફિસના એકાઉન્ટ વિભાગમાં આગ લાગી

680
bvn1942018-8.jpg

ભાવનગર ડીવીઝન રેલ્વે ડીઆરએમ ઓફિસમાં મોડીસાંજે એકાઉન્ટ વિભાગમાં આગનો બનાવ બનવા પામ્યો હતો. આગમાં અગત્યની ફાઈલો બળીને ખાક થઈ ગયાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ સ્ટાફ દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી.
બનાવની મળતી વિગત મુજબ, ભાવનગર રેલ્વે ડીવીઝનની ડીઆરએમ ઓફિસના એકાઉન્ટ વિભાગમાં મોડીસાંજે અચાનક આગનો બનાવ બનવા પામ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઓફિસમાં રહેલ અગત્યની ફાઈલો બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરસ્ટાફ બનાવસ્થળે દોડી જઈ પાંચ ગાડી પાણીનો છટકાવ કરી મહામહેનતે આગને કાબુમાં લીધી હતી. ડીઆરએમ ઓફિસના એકાઉન્ટ વિભાગમાં આગનો બનાવ બનતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. લોકમુખે અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી.

Previous articleભાવેણાના જન્મ દિવસે રાજવી પરિવારના સમાધી સ્થળે, મહારાજાની પ્રતિમાઓને પુષ્પાંજલિ
Next articleભડભીડ નજીક બાઈક સ્લીપ થઈ જતાં યુવાનનું સારવારમાં મોત