માંડલ ગામે ભાગવત સપ્તાહમાં ૩૦૦૦ લોકોએ ગંદકી ન કરવાની પ્રતિજ્ઞા લીધી

975
guj21418-5.jpg

રાજુલા તાલુકાના માંડળ ગામે સ્વસ્થ ભારત મિશન અંતર્ગત ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં ૩૦૦૦ લોકોએ ગંદકી ન કરવા શપથ લેવાયા, ધારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કૃષ્ણ ભગવાનની સાક્ષીએ લીધા શપથ તેમજ ઘનકચરા મથકનું ખાતમુર્હુત કરાયું હતું.
રાજુલા તાલુકાના માંડળ ગામે ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ દરમ્યાન સ્વચ્છ ભારત મિશન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ રાજુલા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી મહેતાના માર્ગદર્શનથી માંડળ ગામે આયોજનમાં આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઈન્ડિયાના સહયોગથી કરવામાં આવ્યું. જેમાં માંડળ ગામે ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ દરમ્યાન ગામના સરપંચ વશરામભાઈ ત.ક. મંત્રી વાઘેલાભાઈ અને આગાખાન પ્રોજેક્ટ ઓફિસર હનીફભાઈ ગ્રામ વિકાસ એજન્સી, સ્વચ્છ ભારત મિશનના બ્લોક કોર્ડીનેટર કીડેચાભાઈ સાથે મિરલબહેન તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો મનુભાઈ, ગામ આગેવાન પુંજાભાઈ તેમજ એસબીએમના કલસ્ટર કો.ઓર્ડીનેટર ભંમરભાઈ, મુકેશભાઈ, ટેકનીકલ ઉદયભાઈ તેમજ આગાખાન સંસ્થાના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધારેશ્વર મંદિર પટાંગણમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં જ ૩૦૦૦ લોકોને સ્વચ્છતા બાબતે શપથ લેવાયા તેમજ ઘનકચરાની દ્વારા નાબુદી માટે શોષમથક સ્ટેન્ડનું ખાતમુર્હુત સરપંચની હાજરીમાં કરાયું તેમજ આકાહ ઈન્ડિયા દ્વારા માંડળ ગ્રામ પંચાયતે શ્રેષ્ઠ સહભાગી પંચાયત તેમજ ગામના સ્વચ્છતાગ્રહી ભારતીબેન ચૌહાણને પ્રશંશી પ્રમાણપત્ર સ્વચ્છ ભારત મિશનના મિરલબહેન દ્વારા આપવામાં આવ્યુ. આ પ્રસંગે પ્રખર ભાગવતાચાર્ય દ્વારા ૩૦૦૦ અલગ અલગ ગ્રામવાસીઓને ગંદકી નહીં કરવા ઉંચા હાથ ધરી ભગવાન કૃષ્ણની સાક્ષીએ શપથ લેવરાવતા ખુશીને માહોલ સર્જાયો હતો.

Previous article શેવડીવદર ગામેથી દેેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લેવાઈ
Next article સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને પ્રતિનિધિ મંડળે ગાંધીનગર રજૂઆત કરી