વિકાસના મોટા ભાગના કામોને મંજુર કરતી સ્ટેન્ડિંગ કમિટી 

814
gandhi2392017-5.jpg

ગાંધીનગર મહાનગર પાલિકામાં કમિશનર ડી. એન. મોદી દ્વારા કરેલી વિકાસ કામોની દરખાસ્તને આજ રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ મંજુરી આપી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર ગાંધીનગર સેકટર – ર૮ ખાતે આવેલા બગીચાની ટ્રેન, શહેરી બસ સેવા, ઉપરાંત ગોકુળપુરા અને ફતેપુરા ગામ પાસે આરસીસીના રોડ, ગાંધીનગર સેકટર – ૬ અને સીટી બસ સ્ટેન્ડ માટે પાકા પાર્કિંગ, ટોયલેટની વ્યવસ્થા, વિવિધ સેકટરોના શોપીંગ અને જાહેર જગ્યા ઉપર પાર્કીંગની સુવિધા તેમજ શહેરમાં આવેલા જાહેર ટોયલેટો માટેના ત્રણ વર્ષના નિભાવણી વ્યવસ્થા જેવા અનેક વિકાસ કામોને આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. અને ભારતીય જનતા પાર્ટીના શાસન પ્રમાણે વિકાસના કામોને પ્રાધાન્ય આપવાનું કામ ગાંધીનગર મનપામાં પણ અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. 
મહાનગર પાલિકા વિસ્તારના ગોકુળપુરા અને ફતેપુરા ગામ ખાતે આર.સી.સી. રોડના કામ માટે એલ-૧ ઈજારાદા રચિત બિલ્ડકોનનું ટેન્ડરની રકમ રૂ. રપ,૬પ,૭૩૬.૭૩ ની સામે રર.પ૦% નીચુ રૂ. ૧૯,૮૮,૪૪પ.૯૭/- નું ટેન્ડર મંજૂર કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણને મંજૂરી આપવામાં આવી. ઉપરાંત ગાંધીનગર મનપા વિસ્તારમાં સે.-૬ ખાતે સીટી બસ સ્ટેન્ડ માટે સી.સી. રોડ તેમજ તેને સંલગ્ન કામગીરી (બસ સ્ટેન્ડ અને ટોઈલેટ) માટે એલ-૧ ઈજારાદાર સ્વરાજ ઈન્ફ્રાસ્ટ્રકચરનું ટેન્ડરની રકમ રૂ. ૧,ર૪,૩૯,ર૬૦/- ની સામે ૧૮.૧૮%  નીચુ રૂ. ૧,૦૧,૭૭,૮૦ર.પ૩/- નું ટેન્ડર મંજુર કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણને મંજૂરી આપવાનું ઠરાવવામાં આવે છે. ગાંધીનગરના વિવિધ સેકટરોના શોપીંગ સેન્ટરોમાં પેવર બ્લોક પાર્કિંગ કરવાનું રૂ. રપ,પ૯,૮૧૭/- નું કામ તથા જરૂરિયાત મુજબના શોપીંગ સેન્ટરોમાં પેવર બ્લોકનું કામ તથા અગાઉના શોપીંગોમાં ખરાબ થયેલ પેવર બ્લોકનું કામ ટાઈલ્સ ઈન્ડિયા પાસે કામગીરી કરાવી લેવાનું ઠરાવવામાં આવે છે. 
આ ઉપરાંત સે-ર૪ નું ડીસ્ટ્રીક શોપીંગ સેન્ટર તેમજ સે.-૬ નું અપના બજાર બાજુનો શોપીંગ સેન્ટર વિસતાર પર સિમેન્ટ / કોંક્રિટના પાકા પાર્કિંગ કરવાનો અંદાજ રૂ. ૬પ,પ૯,૯૦૦/- મંજૂર કરવા અને પ્રસ્તુત કામે ટેન્ડર બહાર પાડવાના બદલે સેકટર – ર૧ સુધીના શોપીંગના પાર્કિંગના મંજૂર થયેલ ટેન્ડરમાં જથ્થા વધારો કરી ટેન્ડર ભાવે કરવા માટે સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 
ગાંધીનગર મનપામાં કાઉન્સીલરોના નિયત બજેટ વર્ષ ર૦૧૬-૧૭ અને સને ર૦૧૭-૧૮ માંથી સંબંધિત વિસ્તારમાં લોકપયોગી સ્થાનિક નાગરિકોને પાયાની સુવિધાઓમાં નવા કામ તરીકે ગાંધીનગર મનપાના ધાર્મિક સ્થળો પર શેડ લગાડવાની કામગીરીનો સમાવેશ કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણને મંજુરી આપવા અભિપ્રાય કરવામાં આવેલ છે. પ્રસ્તુત કામ સામાન્ય સભાની મંજૂરી માટે મુકવામાં આવશે. 
ગાંધીનગર મનપામાં સફાઈ કામદારો, રોજમદાર ડ્રાઈવર, રોજમદાર ફાયરમેન તથા સીધી ભરતી પ્રક્રિયાથી નિમણુંક પામેલા કર્મચારીઓની ઈ.પી.એફ. ના ડેમેજ તથા વ્યાજની રકમ રૂ.રર,૪૦,૪૬૧/- જમા કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણ જોવાઈ તેને મંજૂરી આપવામાં આવી હતી. 
ગાંધીનગર મનપા વિસ્તારમાં આવેલ ટોઈલેટ બ્લોકની જાળવણી (ઓપરેશન અને મેન્ટેનન્સ) તથા નિભાવણી કરવા માટે જરૂરી સફાઈના સાધનો, જેવા કે એસીડ, ફિનાઈલ, એરપ્યોરીફાયર વગેરે તથા મેન-પાવર (કેરટેકર) અને બાંધકામ-ઈલેકટ્રોનિક સમારકામ, માલસામાન વગેરે સહિતના કામ પુરો પાડવા ત્રણ વર્ષ માટે કમિશનર તરફથી આવેલ એલ-૧ ભાવની ભલામણ પ્રમાણે કામગીરી સુપ્રત કરવામાં આવી. 
આ ઉપરાંત વધારાના ટોયલેટ બ્લોક બને તો તેની જાળવણી તથા નિભાવણી માટે જે તે વિસ્તારના ટેન્ડરની મંજૂર કરેલ સંસ્થાને કામગીરી સુપ્રત કરવાનું ઠરાવવામાં આવે છે. 
ગાંધીનગર મનપા વિસ્તારમાંથી ડોર ટુ ડોર સફાઈની કામગીરી અંગે પાવરલાઈન સેલ્સ એન્ડ સર્વિસિસ એજન્સીની મુદત નવું ટેન્ડર મંજુર ન થાય ત્યાં સુધી લંબાવવામાં આવે છે. નવા ટેન્ડરની શરતોમાં દર વર્ષે પ % ભાવ વધારો આપવાનું તથા કોમ્પેકટરનું ભાડુ દર મહિને રૂ.રપ,૦૦૦/- લેવાનું નકક કરવામાં આવ્યું. મનપાની પ્લાસ્ટીક ખુરશીમાં રૂ. એક લાખના ખર્ચે જીએમસી એમ્બોર્સ કરવાનું નકકી કરવામાં આવ્યું. 

Previous article દશેરાથી પ૦ શહેરી બસ સેવા નાગરિકોની સેવામાં દોડશે 
Next article ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નોડલ ઓફીસર નિમાયા