ધંધુકા ખાતે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન : આર.કે.લાયન્સ ચેમ્પિયન

863
GUJ2342018-2.jpg

ધંધુકા ખાતે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી જેમાં વિવિધ શહેરોની કુલ ૬૪ ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં આર.કે.લાયન્સ ધંધુકાની ટીમ વિજયી થઈ હતી જ્યારે રનર્સઅપ ટીમ સંત કૃપા ટીમ ગાય ટંકારાની આવી હતી વિજેતા ટીમ આર.કે. લાયન્સને કુલ ૫૧ હજારનું ઈનામ તથા ટ્રોફી એનાયત થઈ હતી જ્યારે રનર્સ અપટીમને રૂપીયા ૨૧ હજારનું ઈનામ તથા ટ્રોફી એનાયત કરાઈ હતી. મેન ઓફ ધી મેચ તેમજ મેન ઓફ ધી સીરીઝ દિેનશ નાકરાણી જાહેર થયા હતા બેસ્ટ બેટ્‌સમેન તરીકે આર.કે. લાંયસ ટીમના ખેલાડી રવિરાજસિંહ રાણા પી.એસ.આઈ. ધંધુકા જાહેર થયા હતા બેસ્ટ બોલર તરીકે સુરેષભાઈ જાહેર થયા હતા ફાઈનલ મેચ વખતે આી.પી.એલ. ૨૦૧૨ના ખેલાડી કુલદીપ રાવલ તેમજ રણજીટ્રોફી ખેલાડી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ રણજી ટ્રોફી ખેલાડી ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા. સર્વધર્મના સંતો પણ આર્શિવર્ચન પાઠવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleચામુડા માતાજીના મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવાય ગયેલો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ
Next articleભુરખીયા હનુમાનજી મંદિર ખાતે લાભાર્થીઓને ગેસ સીલીન્ડર અર્પણ