રાની મુખર્જીએ હાર્દિક પંડ્યા-દિશા પટણીની પાડોશમાં ખરીદ્યો ફ્લેટ

160

મુંબઈ,તા.૧૨
બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી હાલ કોઈ ફિલ્મને લઈને નહીં પરંતુ પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે રાની મુખર્જી મુંબઈના ખાર (વેસ્ટ) વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, રાનીએ આ વર્ષે ૩૧ માર્ચે જ ઘરની ડીલ ફાઈનલ કરી હતી. ડીલ ફાઈનલ કર્યાના મહિનાઓ બાદ ૧૫ જુલાઈએ આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાનીનો નવો ફ્લેટ ૨૨મા માળે છે અને ફ્લેટનો કાર્પેટ એરિયા ૧૪૮૫ સ્ક્વેર ફૂટ છે. રાની મુખર્જીને આ એપાર્ટમેન્ટમાં બે પાર્કિંગ સ્પોટ મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે, રાનીએ આ ફ્લેટ ખરીદવા માટે ૭.૧૨ કરોડથી વધુ રૂપિયા ખર્ચ્યા છે. રાનીના આ ફ્લેટમાં અરબી સમુદ્રનો સુંદર નજારો પણ જોવા મળે છે. ખાર વિસ્તારમાં આવેલા આ એપાર્ટમેન્ટમાં બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણી અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના પંડ્યા બ્રધર્સ એટલે કે હાર્દિક અને કૃણાલ પંડ્યાએ પણ આ જ એપાર્ટમેન્ટમાં ઘર ખરીદ્યા છે. દિશા પટણીના ઘરની કિંમત ૫.૯૫ કરોડ રૂપિયા છે અને તેણે જૂન મહિનામાં આ પ્રોપર્ટી રજિસ્ટર કરાવી હતી. દિશાનો ફ્લેટ ૧૬મા માળે છે. આ તરફ હાર્દિક અને કૃણાલ પંડ્યાએ આ એપાર્ટમેન્ટમાં ૮ મ્ૐદ્ભ ફ્લેટ ખરીદ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ એપાર્ટમેન્ટમાં રહેવાસીઓ માટે પ્રાઈવેટ થિયેટર, સ્વીમિંગ પુલ, જિમ, સ્કાય ડેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીનિયર સીટિઝન કોર્નર વગેરે જેવી સુવિધાઓ છે. વર્કફ્રંટની વાત કરીએ તો, રાની મુખર્જી ’મિસિસ ચેટર્જી ફજી નોર્વે’ ફિલ્મમાં જોવા મળશે. આ વિશે વાત કરતાં અગાઉ સૂત્રોએ અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું હતું કે, “રાનીએ આ ફિલ્મ માટે ખૂબ તૈયારી કરી છે અને ટૂંક સમયમાં જ તેની વધુ વિગતો બહાર આવશે. આ ફિલ્મના શૂટિંગ માટે રાની એક મહિનો વિદેશ જશે. રાની આ પ્રોજેક્ટ શરૂ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. આ ફિલ્મ તેના દિલની નજીક છે.” આ સિવાય રાની મુખર્જી સૈફ અલી ખાન સાથે ’બંટી ઔર બબલી ૨’માં જોવા મળશે.

Previous articleઅભિનેત્રી મંદિરા બેદીએ ફેન્સ સાથે પોઝિટિવ વિડીયો શેર કર્યો
Next articleસલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથે કરી મુલાકાત, સ્ટોલના લીધે થયો ટ્રોલ