રેલ રોકો આંદોલન કરાતા ઉચૈયા ગામનાં અંડર બ્રિજનો પ્રશ્ન હલ

701
guj24418-1.jpg

આજ રોજ ઉચૈયા ગામ મા જે પીપાવાવ સુરેન્દ્રનગર રેલ્વે લાઈન પસાર થાઈ છે તો ગામ થી રાજૂલા જવા માટે જે રસ્તો છે તેના પર અંન્ડર બ્રિજ બનાવા મા આવેલ છે તથા ચોમાસા દરમીયાન ખૂબજ પ્રમાણમા પાણી ભરાઈ જવા થી રસ્તો બીલકૂલ બંધ થય જતો છેલ્લા ૧૫ વર્ષથી ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા હતા તો આજ રોજ નવ યુવાન  સરપંચ પ્રતાપભાઈ બેપારીયા ની આગેવાની ત્થા ઉપ સરપંચ દિલુભાઈ ધાખડા તથા ભચાદર સરપંચ તખૂભાઈ ધાખડા ત્થા ધારાનાનેસ સરપંસ  મહેશ ભાઈ ધાખડા તથા  માજી સરપંસ અમરૂભાઈ ધાખડા શ્યામવાડી તથા  ગામના  આગેવાનો  યૂસૂફભાઈ દરબાન જોરૂભાઈ ધાખડા તથા ભોળાભાઈ તથા દેવાતભાઈ બોરીસા ગ્રામ.પંચાયતના તમામ સભ્યો તથા ૩ ગામના લોકો મળી ને રેલ રોકો આદોલન કરવામા આવ્યૂ તો આ જાનકારી અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી રવૂભાઈ ખૂમાણ ને મળતા તેઓની ટીમ અરજણભાઈ જીલ્લા પંચાયત સભ્ય તથા તાલૂકા પંચાયત ચેરમેન અરજણભાઈ, પ્રતાપભાઈ મકવાણા   તાલૂકા પંચાયત  સભ્ય તથા જગુભાઈ  ધાખડા તા..પંચાયત સભ્ય ઉચૈયા ગામે પહોચીનો સ્થળ ઉપર થી રવૂભાઈ ખૂમાણ દ્રરા સાસંદ નારણભાઈ કાછડીયાને ટેલીફોનીક  દ્રારા જાણ કરતા તાત્કાલીક ભાવનગર રેલ્વે ડીવીજનને સૂસના આપતા સ્થળ પર રેલ્વેના જવાબદાર કર્મચારી આવીને સ્થળ તપાસ કરીને રાજુલા ડે. કલેકટર ડાભીની હાજરીમાં પંચરોજ કામ કરીને તાત્કાલીક ધોરણે નાયબ કાર્યપાલક કર્મચારી પઢીયારને બોલાવી રસ્તાનું પ્લાન્ટ એસ્ટીમેટ બાવીને ૨ મહિનામા પ્રશ્નનું નીરાકરણ કરી આપવાની ભાવનગર રેલ્વે ડીવીઝનના ડી.એમ.રાજકુમાર તથા ડીવીઝનના ઈ.એન. ડે.કલેકટર ડાભીને લેખીતમા ખાત્રીમા આવી ૨ મહિના મા ઉચૈયા ગામનો પ્રશ્ન હલ કરી આપવામાં આવશે. ૧૫ વર્ષથી હેરાન થતા લોકોમાં આજ ખુશીનો માહોલ છવાયો હતો.

Previous article રાજુલા-જાફરાબાદની પ્રાથમિક શાળાઓમાં ૯૭ શિક્ષકોની ઘટ
Next article ખેરા ગામે સ્વચ્છતા જાળવવાનાં ગ્રામજનોએ સમુહ સંકલ્પ કર્યો