પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલ પર, ૨૦૨૦-૨૧ દરમિયાન રેલવે સલામતી પ્રત્યે વફાદાર રહીને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બે રેલવે કર્મચારીઓને પશ્ચિમ રેલવેના પ્રધાન મુખ્ય સંરક્ષા અધિકારી શ્રી નરેશ લાલવાની દ્વારા ચંદ્રક, પ્રશસ્તિપત્ર અને રોકડ઼ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંડલ રેલ પ્રબંધક શ્રી મનોજ ગોયલ અને વરિષ્ઠ સંરક્ષા અધિકારી શ્રી અજીતસિંહ ચૌહાણે બંને કર્મચારીઓને અભિનંદન અને શુભાશિષ પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ ઉત્તમ કાર્ય કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પુરસ્કાર વિજેતાઓ છે. ડી.બી. પંડ્યા, સલામતી સલાહકાર (એન્જિનિયરિંગ) તરીકે કાર્યરત છે. તેમણે ભાવનગર ડિવિઝનના લેવલ ક્રોસિંગ ગેટ્સ પર અકસ્માત નિવારણ માટેના પ્રચાર અભિયાનમાં ખૂબ રસ લીધો અને સ્ટાફને યાર્ડ અકસ્માત/અવપથન નિવારવા અંગે સલાહ આપી. તેમણે સંરક્ષા સેમિનારમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને ઓછામાં ઓછા અકસ્માત માટે મંડલના દરેક સ્ટેશન પર કર્મચારીઓને સમજાવ્યા હતા અને વિવિધ સ્ટેશનો પર સંરક્ષા પોસ્ટર લગવાયા હતા. હસમુખ પી. મેખિયા, મુખ્ય કચેરી અધિક્ષક સલામતી વિભાગમાં કાર્યરત છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન, તેમણે સેફ્ટી ઓફિસને પેપરલેસ બનાવવા અને ડિજિટલ માધ્યમો (જેમ કે ઈ-ઓફિસ, ઈ-મેલ વગેરે) નો મહત્તમ ઉપયોગ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ઓફિસમાં કાગળ અને આવક બચાવવાના કામમાં પોતાને ઇકો ફ્રેન્ડલી સાબિત કર્યા છે.