રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦૦ રન પૂરા કર્યા

113

લંડન,તા.૫
ભારતીય ટીમના ઓપનર અને હિટમેનના નામે ઓળખાતા રોહિત શર્માએ શનિવારના રોજ પૂર્વ સ્કિપર રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો છે. કોઈ ભારતીય ક્રિકેટર દ્વારા ઈંગ્લેન્ડમાં સૌથી વધારે આંતર્રાષ્ટ્રીય સદી ફટકારનારો ક્રિકેટર બની ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન રોહિત શર્માએ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. શ્રેણીની અંતિમ મેચના ત્રીજા દિવસે રોહિત શર્માએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શનિવારના રોજ ચોથી ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ આંતર્રાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં પોતાની પહેલી સદી ફટકારી છે. રોહિત શર્માની ઈંગ્લેન્ડમાં તમામ ફોર્મેટમાં આ ૯મી સદી છે, જ્યારે રાહુલ દ્વવિડના નામે ૮ સદી નોંધાયેલી છે. આ યાદીમાં ત્રીજા નંબર પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. તેમના નામે સાત સદી છે. દિગ્ગજ બેટ્‌સમેન ડોનલ્ડ બ્રેડમેનના નામે ઈંગ્લેન્ડમાં ૧૧ સદી ફટકારવાનો રેકોર્ડ છે. રોહિતે વનડે વર્લ્‌ડ કપ ૨૦૧૯માં ૫ સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો, તે મેચ પણ ઈંગ્લેન્ડમાં રમાઈ હતી. રોહિતના નામે ઈંગ્લેન્ડમાં કુલ ૭ વનડે અને એક ટી-૨૦ સદી પહેલાથી નોંધાયેલી હતી.આ સીરિઝમાં રોહિત તક ચૂકવાની તૈયારીમાં હતો પરંતુ આખરે મોઈન અલીના બોલ પર સિક્સર ફટકારીને સદી ફટકારી. રોહિતે પહેલા અર્ધસદી ફટકારી. અર્ધસદી ફટકારવા માટે તેણે ૧૪૫ બોલ લીધા, જે તેના કરિયરનો ઘણો ધીમો સ્કોર હતો પરંતુ પછી તેણે ૫૦ રન માત્ર ૫૯ બોલમાં ફટકાર્યા. આટલુ જ નહીં, રોહિત શર્માએ શનિવારના રોજ ટેસ્ટ ફોર્મેટમાં ૩૦૦૦ રન પૂરા કર્યા. સીરિઝમાં રોહિતે ટ્રેંટ બ્રિજમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ૩૬ રન, લોર્ડ્‌સ ટેસ્ટમાં ૮૩ અને હેડિંગ્લે ટેસ્ટમાં ૫૯ રનનો સ્કોર કર્યો હતો. આ પહેલા રોહિત બે વાર સદીથી ચૂકી ગયો હતો, પરંતુ આખરે તે સદી ફટકારવામાં સફળ રહ્યો.

Previous articleપરેશ રાવલે સ્વ. રિશી કપૂરની અધૂરી ફિલ્મ પુરી કરી
Next articleકેરળમાં નિપાહ વાયરસે ફરી વખત માથું ઉંચક્યું