સૌરાષ્ટ્રમાં ત્રણ મિનિટમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા

115

ગીર બોર્ડરની જસાધાર રેન્જના તુલસી શ્યામ વિસ્તારમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા
૨ાજકોટ તા.૨૨
સૌરાષ્ટ્રમાં પોરના સુમારે ત્રણ મિનિટમાં બે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટો જોવા મળી રહ્યો છે. જો કે, ભૂકંપના આંચકા બાદ હાલ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
ગીર બોર્ડરની જસાધાર રેન્જના તુલસી શ્યામ વિસ્તારમાં આજે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે ૨.૩૦ થી ૨.૩૩ વાગ્યામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.
ત્રણ મિનિટમાં ૩.૪ ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી ૩૦ કિલોમિટર દૂર નોંધાયું હતું.
જો કે, ભૂકંપના આંચકાના કારણે આસપાસના ગીર બોર્ડરના ૧૫ થી ૧૭ ગામોમાં તેની અસર જોવા મળી હતી. ત્યારે રાવલ ડેમ પણ તે જ વિસ્તારમાં આવેલો હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ આંચકો સિમિત વિસ્તારમાં જોવા મળ્યો હતો. ઉના અને ગીર ગઢડામાં સિવાય અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા નથી. જાનહાનીના કોઈ સામાચાર સામે આવ્યો નથી

Previous articleભારતની સરહદ પર ચીનની સેનાનો રાત્રે યુધ્ધાભ્યાસ શરૂ
Next articleનવરાત્રીની મંજૂરી મળશે તેમ છતાં કલબોમાં નહીં થઈ શકે નવરાત્રી