નવરાત્રીની મંજૂરી મળશે તેમ છતાં કલબોમાં નહીં થઈ શકે નવરાત્રી

19

ગાંધીનગર ,તા.૨૧
નવરાત્રીમાં શેરી ગરબાને માટે છૂટછાટ મળી શકે છે. નવરાત્રીમાં પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ લાગી શકે છે. પાર્ટી પ્લોટ, જાહેર મેદાન, કે ક્લબમાં ગરબા માટે છૂટછાટ મળશે નહીં. આરોગ્ય વિભાગ ગાઈડલાઈન આધીન ર્જીંઁ તૈયાર કરવામાં આવશે. મોટા આયોજન માટે સમય પણ નાં રહ્યો હોવાનો મત આપવામાં આવી રહ્યા છે. આ મામલે આયોજકોએ જણાવ્યું છે કે, માસ્ક સાથે ગરબા થઇ શકે નહિ. અને મોટા મેદાનમાં ઓછા ક્રાઉડ સાથેનું આયોજન મોંઘુ પડે છે. ત્યારે હાલના સમય પ્રમાણે દેશમાં કોરોના ની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી છે ત્યારે આ ત્રીજી લહેરના આગમન પૂર્વે કોઈ પણ રિસ્ક લેવા માંગતા નથી. નોંધનીય છે કે ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છૂટ આપવામાં આવી હતી અને ૨૦થી વધુ લોકોને ભેગા ન થવા માટે સ્પષ્ટપણે જણાવ્યું હતું ત્યારે હવે આ વખતે પણ આ પ્રમાણે જ આયોજન કરવામાં આવી શકે છે. નવરાત્રિના એક મહિના પહેલેથી જ ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી, સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર નવરાત્રિને મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે. સતત બીજા વર્ષે પણ ગરબાથી વંચિત રહેવું પડશે. જે આ વર્ષે પણ મોટા આયોજકો ગરબાનું આયોજન કરી શકશે નહીં. જો કે હાલમાં દેશમાં કોરોનાનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આ વર્ષે પણ ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ શક્ય નહીં હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય એમ નથી. ત્યારે, નવરાત્રી મહોત્સવ ઉજવણી બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે. રાજપથ, કર્ણાવતી સહિતને કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કરી દીધું છે. ક્લબમાં હજારો મેમ્બર અને સરકારે જાહેર કાર્યક્રમોમાં ૪૦૦ લોકોની મંજૂરી આપી છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય છે. ત્યારે અમદાવાદ શહેરની મોટી ક્લબોમાં ગરબા નહીં થાય.