નારી ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતાં શખ્સો સામે મોડી રાત્રે કાર્યવાહી

116

એક ટ્રેક્ટર તથા લોડર મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર શહેર ના સીટી મામલતદાર ધવલ રવીયા તથા ટીમે શહેરના નારી ગામે આવેલ સરકારી પડતર જમીનમાં ગેરકાયદે ખનન કરી ખનીજચોરી કરતાં શખ્સો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા ખનીજચોરો માં ભારે ફફડાટ ફેલાયો છે. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ગત મોડી રાત્રે સીટી મામલતદાર ધવલ રવીયા તથા ટીમને બાતમી મળી હતી કે નારી ગામે ગૌચરની સરકારી પડતર જમીનમાં કેટલાક શખ્સો ગેરકાયદે ખોદકામ કરી કિંમતી ખનીજ કાઢી બારોબાર વેચાણ કરે છે જે માહિતી આધારે મામલતદાર રવીયા તથા ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી ખનીજ નું ખોદકામ કરતાં એક લોડર તથા માટી ભરી વહન કરી રહેલ એક ટ્રેક્ટર સાથે બે શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મુદ્દામાલ કબ્જે કરી તેનો કબ્જો વરતેજ પોલીસને હવાલે કર્યો હતો સીટી મામલતદારે હાથ ધરેલી કાર્યવાહી ને પગલે ખનીજચોરો માં ભારે ફફડાટ ફેલાયો હતો.

Previous articleસમાજશાસ્ત્રમાં પ્રથમ વખત યોગ વિષય પર પીએચ.ડી કરતા ભાવનગરના રાધિકા વ્યાસ
Next articleમહુવા કુંભાર જ્ઞાતિની વાડીમાં યોજાયો આમ આદમી પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ