એમ.કે.બી. યુનિ . ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ જુડો સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ ચેમ્પિયન બની હતી. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે અભ્યાસ કરતી જાડેજા રુચીતાબા, પંડ્યા અમીષા, ગોહિલ રિદ્ધિ, દવે ખુશી, ડાભી શીતલએ અલગ અલગ વેઇટ કેટેગરીની જુડો સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ કોલેજની ૨૪ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં જાડેજા રુચિતા ૭૦ાખ્ત વેઇટ કેટેગરીમાં પ્રથમ, પંડ્યા અમીષા ૫૭ાખ્ત વેઇટ કેટેગરીમાં પ્રથમ, ગોહિલ રિદ્ધિ ૫૨ ાખ્ત વેઇટ કેટેગરીમાં પ્રથમ, દવે ખુશી ૬૩ાખ્ત વેઇટ કેટેગરીમાં પ્રથમ અને ડાભી શીતલ ૪૮ાખ્ત વેઇટ કેટેગરીમાં પ્રથમ નંબર મેળવી ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી હતી. આંતર કોલેજ જુડો સ્પર્ધામાં ચેમ્પિયન બનવા બદલ કોલેજના મેં.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં.ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
















