સગપણ બાદ ઘર જોવા આવેલી યુવતી સાથે ભાવિ પતિએ દુષ્કર્મ આચર્યું

1021

કલોલમાં આવેલ સુદર્શન ચોકડી પાસે એક ફલેટમાં રહેતા યુવકની સગાઈ થઈ હતી. સગાઈ બાદ યુવતી યુવકના મોટાભાઈના પુત્રનો જન્મ દિવસ હોઈ તેમા આવી હતી ત્યારબાદ યુવકે યુવતીને તેના ઘરમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ યુવક યુવતીને તેના ગામ મૂકી આવ્યો હતો જયાં યુવતીએ ઘરમાં જાણ કરી હતી અને આ બાબતે યુવતીએ તેના ભાવિ પતિ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

યુવકના મોટાભાઈના પુત્રનો જન્મ દિવસ ઉજવવાનો હોઈ સગાઈ કરેલ યુવતીને તેડાવવામાં આવી હતી. પ્રસંગ પતી ગયા બાદ યુવતી એક રૃમમાં સુવા માટે ગઈ હતી. અને તેનો ભાવિ પતિ તેના રૃમમાં ગયો હતો અને યુવતી સાથે શરીર સબંધ બાંધવાની માંગણી કરી હતી પણ યુવતીએ શરીર સબંધ રાખવાની ના પાડી દીધી હતી તેમ છતાં યુવકે તેની મરજી વિરૃધ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ યુવતીને પાંચ દિવસ યુવકે તેના ઘરે રાખી અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું.

Previous articleકસ્તુરબા ગાંધી વિદ્યાલયના સંચાલકોએ ૪ વિદ્યાર્થીનીઓને એલસી પકડાવી દેતા ચક્ચાર
Next articleબહુચરાજીથી શંખલપુર જતી પાલખીની પરંપરા તોડવાની હિલચાલ સામે આક્રોશ