બાબરીયાધારની નવલખો નદીમાં ખાનગી લક્ઝરી બસ પાણીમાં ડુબી

1739

રાજુલા-જાફરાબાદ તાલુકામાં મેઘતાંડવ કહેર, બાબરીયાધારમાં લક્ઝરી બસ નવલખો નદીમાં ડુબી, જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી સામે મહાકાય મકાનની દિવાલ કડડભૂસ થતા ઉભેલા વાહનો કચ્ચરઘાણ સદભાગ્યે કોઈ જાનહાની નહીં તેમજ લોઠપુર, ઉચૈયા ગામ બેટમાં ફેરવાયા હતા. લોઠપુર ગામમાં ઘરોમાં પણ કડ કડ સમા ઘુસી જવાથી ઘરની તમામ ઘરવખરી પાણીમાં ગરકાવ ગામ લોકોએ સરપંચ રાણાભાઈ મકવાણા તેમજ જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળને જાણ કરતા તંત્રને સાબદુ કરાયું. તંત્ર મદદે આવે તેવી ધારદાર રજૂઆત તેમજ જાફરાબાદ તાલુકામાં રોહીસા, બલાણા, ધારાબંદર, ચિત્રાસર, ભાડા ગામો અતિ મુશ્કેલમાં વઢેરા ગામ પણ બેટમાં ફેરવાતા ચેતનભાઈ શિયાળ દ્વારા પાણીમાં ફસાઈ ગયેલ લોકોને બહાર કાઢવા પોતાના ડમ્પરો મામલતદાર ચૌહાણ સાથે રવાના કરાયા તેમજ દરેક ગામના સરપંચોને જાણ કરાઈ કે જ્યાં જરૂર પડે ત્યાં ભોજન વ્યવસ્થાની કીટ પહોંચાડાશે તેવી દરેક ગામના આગેવાનોને પણ જાણકારી મંગાવાઈ અને આ હાલતમાં કોઈપણ જાણકારી મંગાવાઈ અને આ હાલતમાં કોઈ પણ જાતની રાજકિય પક્ષોને એક બાજુ રાખીને વિના સંકોચે જણાવવા આહવાન કરાયું.

Previous articleપાલીતાણામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ
Next articleતળાજાના ભેગાળી ગામનો રસ્તો તુટ્યો