મિત્રના મૃતદેહ પાસે રડમસ ચહેરે બેસી રહ્યા અડવાણી !!!

1309

૬૫ વર્ષના જીવનનો અર્થ શું થાય છે તમે સમજો છો? ભારતીયોનું સરેરાશ આયુષ્ય ૬૮.૮ વર્ષ હોય એટલે કે તેમાં ૩ વર્ષ અને કેટલાંક મહિના ઓછો. સામાન્ય રીતે લોકો જેટલું જીવે છે તેટલું તો બંને રાજનેતાએ સાથે સમય પસાર કર્યો હતો અને એટલાં વર્ષ તો તેમને દોસ્તી નિભાવી હતી. તેમને પોતાના પક્ષની શરૂઆતથી લઈ પક્ષને સત્તાના શિખર સુધી પહોંચાડી હતી. ૬ દાયકા પછી તેમના સાથનો અંત આવ્યો છે.

વાજપેયી અને આડવાણી લાંબા સમય સુધી મિત્ર રહ્યા હતા અને જ્યારે વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો સમય આવ્યો ત્યારે લોકોની ભીડમાં આડવાણી શાંતિથી એકલાં બેઠા હતા અને તેમની તસ્વીર તમામ વાતો વ્યક્ત કરી રહ્યું છે.

જનસંઘના દિવસોથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધી અટલ બિહારી અને આડવાણી તમામ પરિસ્થિઓમાં એક સાથે રહ્યા છે અને પક્ષને મજબૂત કરવામાં તેમજ નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે હંમેશા કાર્યક્ષમ રહ્યા છે. ૨૦૦૨થી ૨૦૦૪ સુધી વાજપેયી સરકારના કાર્યકાળમાં આડવાણી દેશનાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર બનીને આગળ વધતાં રહ્યા છે.

આ બંને મિત્રોની મિત્રતાની શરૂઆત ૧૯૫૦માં થઈ હતી. જેમને ભારતીય જનસંઘની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે પછી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાની જવાબદારી પણ તેમની પાસે જ હતી. ૧૯૭૭માં વાજપેયી અને આડવાણીની જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. ઈમરજન્સી પછી ૧૯૭૫-૭૭ દરમિયાન જનતા પાર્ટીઓમાંથી ઘણાં પક્ષ અલગ થયા હતા અને તેને કેન્દ્રમાં સરકાર પણ બનાવી હતી.

ઘણાં મુદ્દાઓ પર અલગ અલગ વિચાર હોવા છતાં વાજપેયી અને આડવાણી વચ્ચે અતૂટ મિત્રતા બની રહી હતી. આડવાણી પણ વાજપેયીના મિત્રતા અંગે સ્પષ્ટ રીતે વાત કરતાં રહેતા હતા. એક મુલાકાતમાં આડવાણીએ કહ્યું હતું કે, જ્યારે પણ સરકારના નિર્ણય અંગે વાજપેયીને મળવા માટે કોઈ પણ મંત્રી કે લોકો પહોંચતાં તો તેઓ હંમેશા કહેતાં કે એક વાર આડવાણીજી સાથે વાત કરી લોપ જે બંનેનો એકબીજા પર રહેલો વિશ્વાસ દર્શાવે છે.

બંને મિત્રોએ એક જ સ્કૂટર પર મુસાફરી કરતાં ચાટ અને પાણીપુરીની મજા માણી હતી. તેમજ બંને એકસાથે જ ફિલ્મ જોવા પણ પહોંચતા હતા. તેઓ એક જ સ્કૂટર પર પોતાના જીવનની ઘણી યાદગાર પળો પસાર કરી છે.

૬૫ વર્ષના જીવનનો અર્થ શું થાય છે તમે સમજો છો? ભારતીયોનું સરેરાશ આયુષ્ય ૬૮.૮ વર્ષ હોય એટલે કે તેમાં ૩ વર્ષ અને કેટલાંક મહિના ઓછો. સામાન્ય રીતે લોકો જેટલું જીવે છે તેટલું તો બંને રાજનેતાએ સાથે સમય પસાર કર્યો હતો અને એટલાં વર્ષ તો તેમને દોસ્તી નિભાવી હતી. તેમને પોતાના પક્ષની શરૂઆતથી લઈ પક્ષને સત્તાના શિખર સુધી પહોંચાડી હતી. ૬ દાયકા પછી તેમના સાથનો અંત આવ્યો છે.

વાજપેયી અને આડવાણી લાંબા સમય સુધી મિત્ર રહ્યા હતા અને જ્યારે વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનો સમય આવ્યો ત્યારે લોકોની ભીડમાં આડવાણી શાંતિથી એકલાં બેઠા હતા અને તેમની તસ્વીર તમામ વાતો વ્યક્ત કરી રહ્યું છે.

જનસંઘના દિવસોથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધી અટલ બિહારી અને આડવાણી તમામ પરિસ્થિઓમાં એક સાથે રહ્યા છે અને પક્ષને મજબૂત કરવામાં તેમજ નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે હંમેશા કાર્યક્ષમ રહ્યા છે. ૨૦૦૨થી ૨૦૦૪ સુધી વાજપેયી સરકારના કાર્યકાળમાં આડવાણી દેશનાં ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર બનીને આગળ વધતાં રહ્યા છે.

આ બંને મિત્રોની મિત્રતાની શરૂઆત ૧૯૫૦માં થઈ હતી. જેમને ભારતીય જનસંઘની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે પછી ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાની જવાબદારી પણ તેમની પાસે જ હતી.

Previous articleદુનિયા ૧૩ નંબરને અશુભ માનતી, અટલજી ૧૩ નંબરને લકી માનવા લાગ્યા
Next articleનિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો