ગાંધીનગર સરખેજ હાઈવે પર ઘ-૦ થી ગ-૦ વચ્ચે પુર ઝડપે જઈ રહેલા એકટીવા ચાલકે ચાલુ એકટીવાએ મોબાઈલ પર વાત કરતાં આગળ રહેલી અલ્ટો ગાડીની પાછળ અથડાતા એકટીવા ચાલક ફંગોળાઈ ગયો હતો અને વધારે પેસેન્જર ભરેલી એક રીક્ષા સાથે ટકરાંતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને એકટીવા ચાલક સહિત રીક્ષામાં બેઠેલા અન્ય ચારને ઈજા થવા પામી હતી.
એકટીવા ચાલક તેમજ રીક્ષામાં બેઠેલાં અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને લગભગ બેભાન થયા હતાં. જયારે અન્ય એક મહિલા તેમજ બાળકી તેમજ અન્ય રીક્ષામાં બેઠેલા પેસેન્જરને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જો કે તમામને દવાખાને ખસેડવા માટે બે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવાની જરૂર પડી હતી. સવારમાં થયેલા આ અકસ્માત બાદ તમામને હોસ્પિટલ લઈ જવાયા હતા.


















