જમ્મુ કાશ્મીરમાં થોડાક દિસવ પહેલા ત્રાસવાદીઓ દ્વારા ત્રણ એસપીઓની બર્બરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવ્યા બાદ હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રાસવાદીઓ તરફથી આપવામાં આવેલી ધમકીના પરિણામ સ્વરુપે સાત સ્પેશિયલ પોલીસ ઓફિસર દ્વારા સોશિયલ મિડિયા ઉપર પોતાનું રાજીનામુ આપી દેવામાં આવ્યું હતું. હવે કેન્દ્ર સરકારે આવા એસપીઓ જે ૧૫ વર્ષથી રાજ્યની સેવામાં જોડાયેલા છે તેમના પગારમાં વધારો કર્યો હતો. તેમનો પગાર ડબલ કરી દેવામાં આવ્યો છે. ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ તેમને છ હજારના બદલે ૧૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
જે લોકોને એસપીઓની જવાબદારી સોંપવામાં આવી છે અને પાંચ વર્ષથી ઓછો સમય થયો છે તેમને ૬૦૦૦ રૂપિયા ચુકવવામાં આવશે. જે લોકોને પાંચ વર્ષથી વધુનો સમય થયો છે તેમને ૯૦૦૦ રૂપિયા ચુકવવામાં આવશે. નવા આદેશને જારી કરતા જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે ટિ્વટ કરીને આ અંગેની માહિતી આપી છે. રાજ્યપાલ સત્યપાલ મલિક અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનો આભાર માનવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ અધિકારીઓ દ્વારા હત્યા કરવામાં આવેલા પોલીસ અધિકારીઓ અને જવાનોના પરિવાર સાથે વાત કરી હતી. એ વખતે એી વાત સપાટી ઉપર આવી હતી કે, એસપીઓ માત્ર થોડાક પૈસાના કારણે જ જાન જોખમમાં મુકે છે. દક્ષિણ કાશ્મીરના સોપિયન જિલ્લામાં હિઝબુલ અને લશ્કરના ત્રાસવાદીઓ આક્રમક બનેલા છે અને વારંવાર સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. હાલમાં સુરક્ષા દળો દ્વારા મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દક્ષિણ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્રાસવાદીઓ દ્વારા ત્રણ પોલીસ કર્મીની હત્યા કરાઈ ચુકી છે.
			
		


















