૩૧ ઓક્ટો. ‘એકતા દિને’ શાળા ચાલુ રાખવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય

835

૩૧ ઓક્ટોબરનાં રોજ એકતા દિન હોવાને કારણે તે દિવસે જાહેર રજા હોય છે. આમ તો આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. પણ આ વખથે ૩૧ ઓક્ટોબરનાં રોજ શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, ૩૧મી ઓક્ટોબરનાં રોજ આમ તો જાહેર રજા હોય છે પણ એકતા દિવસની ઉજવણી કરવા માટે શાળાઓ એક કલાકનાં સમય માટે ચાલુ રાખવામાં આવશે.

કે આ પહેલાં ૨ ઓક્ટોબર ગાંધી જયંતીનાં દિવસે પણ એક ક્લાક માટે શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી અને આ દિવસને સ્વચ્છતા દિન તરીકે શાળાઓમાં ઉજવવામાં આવ્યો હતો.

Previous articleરેનોએ સુરતમાં ૪૦૦ ક્વિડની ડિલિવરી કરી
Next articleગૃહ રાજ્યમંત્રી જાડેજાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સુરક્ષા વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ