ગાંધીનગરમાં પીપળજ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે. આલોહાહિલ્સ પાસે દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. દીપડાના પગના પંજાના નિશાન મળતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અગાઉ વિધાનસભાના ગેટની અંદર દીપડો ગુસવાના સીસીટીવી ખૂબ જ વાઇરલ થયા હતા.
હાલ દીપડા મામલે વન વિભાગના ડ્ઢર્હ્લં સહિત સ્થાનિક અને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ છે. કારણ કે થોડા સમય અગાઉ સચિવાલયમાં પણ દીપડો દેખાયો હતો. જેથી ફરી સાબરમતી નદીના કિનારે વન વિભાગ હરકતમાં આવ્યું છે.


















